ભરૂચ 22 ઓક્ટોબર : ભરૂચ વેજલપુર વિસ્તારમાં આવેલ નયના ચોક ઉત્સવ સમિતિ દ્વારા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અધિકારીઓ સ્થાનિક સમાજ સાથે મહા આરતીના કાર્યક્રમમાં જોડાયા હતા.નયનાચોક યુવક મંડળના રમેશ મંડપવાળાએ સંઘના જવાબદાર અધિકારીઓને આવકાર્યા હતા. માં નર્મદાના પાવન કિનારે આવેલ બહુચરાજી ઓવારાની નજીક નયનાચોક વિસ્તાર વર્ષોથી સમાજની વિવિધ સંસ્થાઓના જવાબદાર કાર્યકર્તા, સભ્યોને આરતી માટે આમંત્રિત કરે છે. આજે આસો સુદ સાતમના દિવસ સુધીમાં વિવિધ સંગઠન તેમજ ગૃપોના અંદાજિત 515 જેટલા સભ્યો આરતી માટે નયનાચોકમાં આવી ચૂકયા હોવાનું જણાવ્યું હતું.
આમંત્રિત મહેમાનોના સ્વાગત પરિચય માટે એડવોકેટ અશ્વિન.બી. મિસ્ત્રીને કાર્યભાર સોંપતા આરતીમાં આવેલ તમામ આમંત્રિતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંઘ આજે વિશ્વમાં વટવૃક્ષ થઈને ઉભરી રહ્યું છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની 125 દેશોમાં શાખા ચાલી રહી છે. આર.એસ.એસ.ની મુખ્ય ઓળખાણ એની વિવિધ ચોગાન, મેદાનમાં ચાલતી શાખાઓ છે. જેના વડોદરા વિભાગના મુખ્ય અધિકારી બળદેવભાઈ પ્રજાપતિ જેઓ એક ઉદ્યોગપતિ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવી સંસ્થાઓ ઉપર વિશ્વની નજર છે. સમગ્ર વિશ્વના દેશો એકબીજાને નષ્ટ કરવા મથી રહ્યા છે ત્યારે ભારત એક જ એવો દેશ છે જેની તરફ વિશ્વની નજર છે. અને વિશ્વ શાંતિની કલ્પના ભારતમાં જ છે. એક તરફ જ્યારે યુધ્ધ ચાલી રહ્યું છે ત્યારે ભારતમાં નવરાત્રિનો મહાઉત્સવ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં પણ નયનાચોક યુવક મંડળ જે પ્રકારે કામ કરી રહ્યું છે તેમને હું બિરદાવું છું. જેમની સરાહના નયનાચોક યુવક મંડળના સંયોજક રમેશભાઈ મિસ્ત્રી (મંડપવાળા)એ કરી હતી.
ભરૂચ જીલ્લાના નિરવ પટેલ કે જેઓ પ્રાંતના સહ બૌધ્ધિક પ્રમુખની જવાબદારી નિભાવે છે. તેમનું સ્વાગત શૈલેન્દ્ર મિસ્ત્રીએ કર્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કામકાજથી સંઘમાં વિવિધ પદો પર જવાબદારી નિભાવનાર અને હાલમાં વનવાસી કલ્યાણ પરિષદના ક્ષેત્રમાં રાષ્ટ્રીય કાર્યકારણીમાં જવાબદારી નિભાવતા વિમલ શાહનું સ્વાગત દિપકભાઈ મિસ્ત્રીએ કર્યું હતું. ભાવેશ ધોરાવાળા ભરૂચ જીલ્લા વ્યવસ્થા પ્રમુખનું સ્વાગત દીપ મિસ્ત્રીએ કર્યું હતું. જીલ્લાની વિવિઘ જવાબદારી નિભાવી હાલમાં કાર્યાલય ઈન્ચાર્જની જવાબદારી નિભાવનાર હરિભાઇ વાળંદ, ભરૂચ નગર સહ કાર્યવાહ વિપુલભાઈ પટેલ, ભરૂચ નગર સેવા પ્રમુખ મનીષભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. સાથે વેજલપુર વિસ્તારના જવાબદાર કાર્યકર્તા જીગ્નેશ માછી, અલ્કેશ મિસ્ત્રી, મહેશ મિસ્ત્રી, જીગર મિસ્ત્રી મહા આરતીના કાર્યક્રમમાં જોડાયા હતા.
વિભાગના આર.એસ.એસ.ના મુખ્ય વડાએ યુવક મંડળની કામગીરીને બિરદાવી હતી. લોકોમાં એકતા વધે આધ્યાત્મિક ક્રાંતિ તરફ જઈ રહેલા સમાજને ધ્યાન આપવાની જરૂરિયાત હોય તેવા અનેક વિષય સાથે તેમની વાત કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન એડવોકેટ અશ્વિનભાઈ મિસ્ત્રીએ કર્યું હતું.
આખું વિશ્વ આજે એક બીજાની સામ-સામે લડી નષ્ટ થઈ રહ્યું છે, જેની સામે શાંતિનો પાઠ આપનાર ભારત તરફ સમગ્ર વિશ્વની નજર છે. બળદેવભાઈ પ્રજાપતિ વડોદરા વિભાગ – આર.એસ.એસ.
