
વડોદરા,08 ડિસેમ્બર હિ.સ.)વડોદરા તાલુકાના નવીકરાલી ગામે લીમડીવાળા ફળિયામાં રહેતા અરવિંદ અંબાલાલ ચૌહાણ ગઇકાલે મકરપુરા જીઆઇડીસીમાં નોકરી પર ગયા હતાં અને સાંજે નોકરી પરથી છૂટીને ઇંટોલા રેલવે સ્ટેશન પર ટ્રેન દ્વારા આવ્યા બાદ તેઓ રેલવે સ્ટેશન પર મૂકેલી સાઇકલ લઇને ઘેર જતા હતાં.
તેઓ પોતાના ગામ પાસે આવી ગયા હતા અને નવા બંધાયેલા બ્રિજ પરથી પસાર થતાં હતા ત્યારે પૂરપાટઝડપે જતાં અજાણ્યા વાહને સાઇકલને જોરદાર ટક્કર મારતાં અરવિંદભાઇ પર અકસ્માત કરનાર વાહનનું વ્હિલ ફરી વળતાં આંતરડા બહાર આવી ગયા હતા અને ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાવ અંગે વરણામા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ
