
જમ્મુ, નવી દિલ્હી, 23 ઓક્ટોબર (હિ.સ.). બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં સોમવારે સવારે સુરક્ષા દળોએ ફરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.મોડી રાત્રે ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે પાકિસ્તાની આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા છે. આ દરમિયાન બે આતંકીઓ ઘાયલ થયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. ઘાયલ આતંકવાદીઓને શોધવા માટે શરૂ કરવામાં આવેલ ઓપરેશન રાત્રે રોકી દેવામાં આવ્યું હતું, જે આજે સવારે ફરી શરૂ કરવામાં આવ્યું હતું.
સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોને નિયંત્રણ રેખા પારથી ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓની ઘૂસણખોરીની માહિતી મળી હતી. જેના કારણે જવાનોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. વરસાદ અને ખરાબ હવામાનનો ફાયદો ઉઠાવીને આતંકવાદીઓના એક જૂથે નિયંત્રણ રેખા પાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. અંધારું ન થાય ત્યાં સુધી બંને તરફથી ગોળીબાર ચાલુ રહ્યો હતો. આ દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
પ્રવક્તાએ કહ્યું કે, બાકીના આતંકવાદીઓ તેમના સાથીઓના મૃતદેહ સાથે પાછા ફર્યા. ઘટનાસ્થળેથી એકે રાઈફલ્સ, 6 પિસ્તોલ, 4 ચાઈનીઝ બનાવટના ગ્રેનેડ, ધાબળા અને લોહીના ડાઘાવાળી બે થેલીઓ, પાકિસ્તાની અને ભારતીય ચલણી નોટો, દવાઓ અને ખાદ્ય સામગ્રી મળી આવી હતી.
આ પહેલા 30 સપ્ટેમ્બરે સુરક્ષા દળોએ કુપવાડા ના માછિલ સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવતા બે ઘૂસણખોરોને ઠાર માર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/બલવાન/સંજીવ / માધવી
