પાટણ, માર્ચ : શ્રી મીઠા ધરવા જૂથ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રી સી કે પટેલ વિશ્વભારતી વિદ્યા મંદિર હાઈસ્કૂલના ઉપાસના ખંડમાં 42મો એસએસસી વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા તેજસ્વી તારલાઓનો બહુમાન કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં અધ્યક્ષ સ્થાને દિનેશભાઈ પી પટેલ, મુખ્ય મહેમાન તરીકે ચેલાભાઈ જી પટેલ, કેળવણીકાર તરીકે આર.ડી.પટેલ, અતિથિ વિશેષ આરસી પટેલ, પ્રવીણભાઈ આર પટેલ, એમએમ પટેલ તથા સંસ્થાના કારોબારી સદસ્ય એચ એમ પટેલ, એસ આર પટેલ, અમૃતભાઈ સહિતે સ્થાન શોભવ્યું
કાર્યક્રમનો શુભારંભ પ્રાર્થનાથી કરવામાં આવ્યો, ત્યારબાદ શાળાની બાળાઓએ સ્વાગત ગીત કરીને મહેમાનોનું સ્વાગત કર્યું. સંસ્થાના આચાર્ય સુરેશભાઈ પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું આ દિવસે બાળકોને કુમકુમ તિલક કરી મો મીઠું કરાવ્યું અને 19000 રૂપિયાના ઇનામો સંસ્થા દ્વારા આપવામાં આવ્યા. આવેલ મહેમાનઓએ પોતાના ઉદ્ બોધનમાં વિદ્યાર્થીઓને આશીર્વાદ આપીને ધોરણ 10માં સફળતા માટેની પ્રાર્થના કરી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કે જે પટેલએ કર્યું.
