વડોદરા, 16 ઓકટોબર – બરાનપુરા પેટ્રોલ પંપ ની સામે આવેલી એમ કે એન્ટરપ્રાઇઝ નામની તેલ, દિવેલ સહિતની ચીજો નો વેપાર કરતી દુકાનમાં કોઈ કારણસર આગ લાગતા નાસભાગ મચી હતી. સળગી ઊઠે તેવી ચીજોને કારણે આગ ઝડપ પર ફેલાઈ હતી.8 થી 10 ફૂટ ઊંચી આગની જ્વાળાઓમાં નજીકની એક દુકાન પણ લેપટાઈ હતી. પરંતુ ફાયર બ્રિગેડ આવી જતા આ દુકાન તેમજ અન્ય ચાર દુકાનોને બચાવી લેવામાં આવી હતી.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવા માટે કોલ કરવામાં આવ્યો હતો પરંતુ લાંબા સમય સુધી ફોન રિસીવ થયો ન હતો. આ ઉપરાંત દબાણોને કારણે ગીચ વિસ્તારમાં ફાયર બ્રિગેડને આવતા ખાસ્સો સમય નીકળી ગયો હતો. જેને કારણે મોટું નુકસાન થયું હતું.
