ગીર સોમનાથ 3 ડિસેમ્બર (હિ.સ.) વેરાવળમાં કેદારનાથ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ત્રણ દિવસ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વેરાવળ શહેરમાં કેદારનાથ મહાદેવ મંદિર જેવૂ કેદારેશ્વર મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે તારીખ 3 થી 5 દરમિયાન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અનેક વિધિ ધાર્મિક તથા સર્વે કાર્યક્રમો આયોજન કરવા આવ્યું છે કેદારેશ્વર નાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા મંદિરમાં ગણેશપૂજન, યજ્ઞ અને આરતી, મંગળાઆરતી શોભાયાત્રા, શિખર પૂજન, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સહિતના ધાર્મિક કાર્યક્રર યોજાશે. આ ત્રણ દિવસ દરમિયાન અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોને સફળ બનાવવા ટ્રસ્ટ તથા કોળી સમાજના યુવાનો જમહેનત ઉઠાવી રહ્યા છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
