
નવસારી, 15 નવેમ્બર(હિ. સ.)-નવસારીનાં ગણદેવીનાં રહેજ ગામ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં શિરડી સાંઈબાબા દર્શનાર્થે જતા ભક્તોને બે બાઈક ચાલકોએ અડફેટે લીધા હતા. પગપાળા જતા 11 થી વધુ ભક્તોને ઈજાઓ થવા પામી હતી. શિરડી પગપાળા જતા પહેલા ગામમાં પાલખીયાત્રા નીકળી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલીક બીલીમોરા અને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. અકસ્માત કરનારા બાઈક ચાલકોની હાલત ગંભીર છે. અકસ્માતની ઘટનાને લઈ ગણદેવી પોલીસે તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે
