કેદારનાથ ધામ, નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.) બાબા કેદારનાથ ધામના દરવાજા આજે (બુધવાર) ભૈયા દૂજ (કાર્તિક માસના શુક્લ પક્ષની દ્વિતિયા, જ્યેષ્ઠા નક્ષત્રના શુભ મુહૂર્ત) પર આજે શિયાળા માટે, સવારે 8.30 કલાકે વિધિવત બંધ કરવામાં આવ્યા હતા. મંદિરને ખાસ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. અઢી હજારથી વધુ શ્રદ્ધાળુઓ આના સાક્ષી બન્યા હતા. આ દરમિયાન કેમ્પસ આર્મી બેન્ડ, જય કેદાર અને ઓમ નમઃ શિવાયની ધૂનથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે હવામાન ચોખ્ખું રહ્યું હતું. હાલ કેદારનાથ વિસ્તાર અડધો બરફથી ઢંકાયેલો છે.
સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં દરવાજા ખોલવામાં આવ્યા. આ પછી, પૂજા અને દર્શન કર્યા પછી દરવાજા બંધ કરવાની પ્રક્રિયામાં, સ્વયંભૂ શિવલિંગમાંથી શણગાર દૂર કર્યા પછી, રાવળ ભીમાશંકર લિંગની હાજરીમાં, પૂજારીએ શિવલિંગને સ્થાનિક સૂકા ફૂલો, બ્રહ્મા કમલ, કુમજા અને શિવલિંગને સમાધિ સ્વરૂપ આપ્યું.
આ પ્રસંગે ભારતીય સેના, આઈટીબીપી અને દાતાઓએ, શ્રદ્ધાળુઓ માટે ભંડારાનું આયોજન કર્યું હતું. દરવાજા બંધ થયા પછી, હજારો શ્રદ્ધાળુઓ સાથે ભગવાન કેદારનાથની પંચમુખી શોભાયાત્રા આર્મી બેન્ડ સાથે, પગપાળા પ્રથમ પડાવ રામપુર માટે રવાના થઈ હતી.
બદ્રીનાથ- કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી)ના પ્રમુખ અજેન્દ્ર અજય મંગળવારે કેદારનાથ પહોંચ્યા હતા. આજે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માના પત્ની રિનીકી ભુયાન શર્મા અને પરિવારના સભ્યો તેમની સાથે હાજર હતા. દરવાજા બંધ કરવાના પ્રસંગે, અજેન્દ્ર અજયે જણાવ્યું હતું કે,” વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના માર્ગદર્શન હેઠળ, કેદારનાથ યાત્રા સફળતાપૂર્વક સંપન્ન થઈ રહી છે.”
બીકેટીસી ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર યોગેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે,” દરવાજા ખોલ્યાની તારીખથી મંગળવાર રાત સુધી 19,57,850 શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી હતી.” બીકેટીસી ના મીડિયા પ્રભારી ડૉ. હરીશ ગૌરે જણાવ્યું કે,” આજે ભગવાન કેદારનાથની પંચમુખી ડોળીનો, પ્રથમ પદવરામપુર પહોંચશે. આ ડોલી 16મી નવેમ્બરે ગુપ્તકાશી અને 17મી નવેમ્બરે ઓમકારેશ્વર મંદિર ઉખીમઠ, શિયાળુ પૂજા સ્થળ પહોંચશે. આ પછી શિયાળુ પૂજા સ્થળ ઓમકારેશ્વર મંદિર, ઉખીમઠ ખાતે ભગવાન કેદારનાથની શિયાળાની પૂજા શરૂ થશે.”
બદ્રીનાથ ધામના દરવાજા 18 નવેમ્બરે બંધ કરવામાં આવશે. અન્નકૂટ ગોવર્ધન પૂજા નિમિત્તે મંગળવારે સવારે ગંગોત્રી ધામના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. શિયાળાની ઋતુમાં આજે બપોરે યમુનોત્રી ધામના દરવાજા બંધ થઈ રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / રાજેશ / મુકુંદ / માધવી
