નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.) પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ, બાબર આઝમને તમામ ફોર્મેટમાંથી કેપ્ટન પદેથી હટાવવાનો નિર્ણય લીધો છે. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ એમ ત્રણેય વિભાગોમાં ખરાબ પ્રદર્શનને કારણે, પાકિસ્તાન ચાલુ વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં પ્રવેશવામાં નિષ્ફળ ગયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જિયો ન્યૂઝના અહેવાલ મુજબ,’ જો બાબર રાજીનામું આપવાનું નક્કી કરે છે, તો બોર્ડ તેને સ્વીકારશે, અન્યથા પીસીબી તેમને પદ પરથી બરતરફ કરશે.’
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,’ શાન મસૂદ ઓસ્ટ્રેલિયા સામેની આગામી ટેસ્ટ સીરીઝમાં અને શાહીન શાહ આફ્રિદી, ન્યુઝીલેન્ડમાં ટી20 સીરીઝ માટે સુકાની પદ માટે મજબૂત ઉમેદવાર છે.’
બાબરને 2019માં વ્હાઈટ બોલના કેપ્ટન અને 2021માં ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ ગ્રીન શર્ટ્સે તેમના નેતૃત્વમાં આઈસીસી કે, એશિયા કપનું કોઈ ટાઇટલ જીત્યું નથી.
જોકે પાકિસ્તાન ટોચની ટીમ તરીકે વર્લ્ડ કપમાં ગયું હતું, પરંતુ તેઓ તેમની ક્ષમતા સાબિત કરવામાં નિષ્ફળ ગયા હતા અને ગ્રુપ સ્ટેજમાં ટુર્નામેન્ટમાંથી, બહાર થઈ ગયા હતા.
વર્લ્ડ કપમાં ગ્રીન શર્ટ્સની નિષ્ફળતા બાદ બાબરને, સમર્થન આપતા ટીમના ડિરેક્ટર મિકી આર્થરે કહ્યું હતું કે ભૂલો કરવી એ ગુનો નથી.
કેપ્ટન આજે પીસીબી મેનેજમેન્ટ કમિટીના ચેરમેન, ઝકા અશરફને મળવાનો છે અને તે પછી તેની કેપ્ટનશીપ અંગેની જાહેરાત કરવામાં આવશે તેવી અપેક્ષા છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
