અમદાવાદ, 13 નવેમ્બર(હિ. સ.)-રાજ્યમાં દિવાળીમાં ફટાકડા ફોડવાના કારણે ક્યાંક નાની મોટી આગની ઘટના બનતી હોય છે. આ વર્ષે પણ અલગ અલગ જિલ્લામાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે.
રાજકોટના કાલાવડ રોડ પર રાધિકા જ્વેલર્સના મેઈન ગેટ પર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે આગ શો રૂમમાં પહોંચે તે પહેલા આગ પર કાબૂ મેળવાયો હતો. બીજી તરફ રાજકોટના જૂના એરપોર્ટમાં આગનો બનાવ બન્યો હતો.
આ તરફ નવસારીમાં જીઆઈડીસી માં સિરામિકના ગોડાઉનમાં ફટાકડાનો તણખો ઉડતા આગ લાગી હતી જેમાં 5 થી 7 લાખના નુકસાનની સંભાવના સેવાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે
