નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ.) કરણ જોહરના ટોક શો ‘કોફી વિથ કરણ’ની 8મી સિઝન શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં આ શોના ત્રણ એપિસોડ, દર્શકો માટે રજૂ કરવામાં આવ્યા છે. આ ત્રણેય એપિસોડ ખૂબ જ સમાચારમાં હતા, અને લોકોને તે પસંદ આવ્યા હતા. હવે ચોથો એપિસોડ ટૂંક સમયમાં પ્રસારિત થશે. જેમાં બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર તેની ભાભી આલિયા ભટ્ટ સાથે, જોડી બનાવતી જોવા મળશે. તેનો પ્રોમો પણ આવી ગયો છે.
પ્રોમોમાં આલિયા ભટ્ટ અને કરીના કપૂર, કરણ જોહર સાથે ચેટ કરતી જોવા મળે છે. વીડિયોમાં કરણ જોહર કરીનાને પૂછે છે કે, તે ‘ગદર 2’ની સક્સેસ પાર્ટીમાં શા માટે ન ગઈ. તે અમીષા પટેલને, તેની લડાઈ વિશે ચીડવતા પણ જોવા મળે છે. પ્રોમોમાં બંને અભિનેત્રીઓ કરણ જોહરના શોમાં જોવા મળી રહી છે. શોમાં કરીના અને આલિયા કરણ જોહરના શોને, વિવાદાસ્પદ કહેતા જોવા મળે છે.
કરીનાએ પૂછ્યું કે,’ અમીષા પટેલ સાથે તેનો ઇતિહાસ શું છે?’ આ પછી કરણ જોહરે કહ્યું કે,’ કરીના ‘કહો ના પ્યાર હૈ’ કરવા જઈ રહી હતી, પણ પછી અમીષાએ કરી નાખી. આ સાંભળીને કરીનાએ પોતાનો ચહેરો બીજી તરફ ફેરવ્યો અને કહ્યું, ‘હું કરણને અવગણી રહી છું, તમે બધા જોઈ શકો છો.’
કરિના અને અમીષા વચ્ચે શું હતો વિવાદ?
‘કહો ના પ્યાર’ના સમયથી, કરીના અને અમીષા પટેલ વચ્ચે અણબનાવ છે. આ ફિલ્મમાં સૌથી પહેલા કરીનાને, સાઈન કરવામાં આવી હતી. તેણે કેટલાક સીન પણ શૂટ કર્યા હતા. પરંતુ બાદમાં કેટલાક કારણોસર તેણે આ ફિલ્મ છોડી દીધી હતી. ત્યારબાદ અમીષા પટેલે, ‘કહો ના પ્યાર હૈ’થી ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં રિતિક રોશન સાથે અમીષાની જોડી, ખૂબ જ લોકપ્રિય રહી હતી. આ ફિલ્મે ઘણા પુરસ્કારો જીત્યા અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોધાવ્યું હતુ.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સંજીવ / માધવી
