• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં નવા ઢીંકવા ગામે યોજાયો ગ્રામ કલ્યાણ કાર્યક્રમ
Regional

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં નવા ઢીંકવા ગામે યોજાયો ગ્રામ કલ્યાણ કાર્યક્રમ

CliQ INDIA
Last updated: December 21, 2025 4:05 am
CliQ INDIA
Share
4 Min Read
SHARE
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં નવા ઢીંકવા ગામે યોજાયો ગ્રામ કલ્યાણ કાર્યક્રમ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં નવા ઢીંકવા ગામે યોજાયો ગ્રામ કલ્યાણ કાર્યક્રમ

– રાજ્યપાલએ સર્વ શિક્ષા, વ્યસનમુક્તિ, સ્વચ્છતા, પર્યાવરણ સંવર્ધન, પ્રાકૃતિક ખેતી પશુપાલન અને દેશી ગાય નિભાવ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ગ્રામજનો સાથે કર્યો સંવાદ

– ગામને સ્વચ્છ રાખવું એ સૌ ગ્રામજનોની નૈતિક જવાબદારી, નવા ઢીંકવા ગામને સ્વચ્છતા બાબતે આયોજનબદ્ધ કામગીરી કરવા અપીલ

– રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ કરતા આદિવાસી ખેડૂત મહેશ રાઠવાના પરિવાર સાથે રાત્રી ભોજન કર્યું

પંચમહાલ, 20 ડિસેમ્બર (હિ.સ.) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લાના નવા ઢીંકવા ગામની પ્રાથમિક શાળા ખાતે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સર્વ શિક્ષા, વ્યસનમુક્તિ, સ્વચ્છતા, પર્યાવરણ સંવર્ધન, પ્રાકૃતિક ખેતી, પશુપાલન અને દેશી ગાય નિભાવ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો.

સ્ત્રી સશક્તિકરણ અને લિંગ સમાનતાનું મહત્વ જણાવતા રાજ્યપાલએ નવા ઢીંકવા ગામની મહિલાઓને પોતાની દીકરીઓને બિનચુક શિક્ષણ અપાવવા અનુરોધ કર્યો હતો. વધુમાં આરોગ્ય બાબતે સભાનતા કેળવી કોઈપણ પ્રકારના સંશય વિના નિયમિત આરોગ્ય તપાસ કરાવવા બહેનોને અપીલ કરી હતી.

રાજ્યપાલએ વ્યસનમુક્તિ ઉપર વિશેષ ભાર આપ્યો હતો.

તેમણે જણાવ્યું કે જો માતા પિતા કોઈ વ્યસન કરતા હોય તો સૌ પ્રથમ પોતે વ્યસનમુક્ત બનવું પડશે ત્યારબાદ બાળકોને શિખામણ આપવી જોઈએ.

રાજ્યપાલએ ઉમેર્યું કે, આહાર અને સ્વાસ્થ્યનો સીધો સંબંધ છે. ભગવાને આપેલ બહુમૂલ્ય જીવનને વ્યસનથી ગ્રસિત કરવું એ પાપ સમાન છે. ગ્રામજનોને તમાકુ, ગુટકા, દારૂ, ડ્રગ્સ સહિત કોઈ પણ પ્રકારના દુષણથી દૂર રહેવા રાજ્યપાલએ અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલએ સ્વચ્છતાનું મહત્વ જણાવતા ગામને સ્વચ્છ રાખવું એ સૌ ગ્રામજનોની નૈતિક જવાબદારી છે તેમ કહી ગામના સરપંચને સફાઈ માટેની વિશેષ ટીમો બનાવી નિયમિત સ્વચ્છતા રાખવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલએ પર્યાવરણ જતન હેતુ ખાનગી અને જાહેર સ્થળોએ વૃક્ષારોપણ કરવા જણાવ્યું હતું. ખાસ કરીને બાળકોને વૃક્ષોનું જતન કરે એ પ્રકારની કેળવણી આપવા કહ્યું હતું.

ત્યારબાદ રાજ્યપાલએ ખેતી અને પશુપાલન વિશે રસપ્રદ વાતો કરી હતી. તેમણે આ વિષયો પર પોતાના અનુભવો વિશે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી દ્વારા ખર્ચમાં ઘટાડો અને પાક ઉત્પાદનમાં વધારો થાય છે.

તેમણે સૌ ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી અને દેશી ગાય નિભાવ માટે અપીલ કરી હતી. સાથે જ પશુપાલનમાં ઉચ્ચ ઓલાદો મેળવવા સેક્સ સોર્ટેડ સિમેનનો લાભ લેવા જણાવ્યું હતું. આ સાથે જ તેમણે ખેતી અને પશુપાલનને સંબંધિત ગ્રામજનોને મૂંઝવતા પ્રશ્નોનું સુખદ નિરાકરણ કર્યું હતું.

આ તકે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવા ઢિંકવા ગામે આયોજિત સેવાસેતુ કાર્યક્રમની માહિતી આપી હતી.

તેમના જણાવ્યા અનુસાર સેવાસેતુ કાર્યક્રમમાં કુલ 500 થી વધુ ગ્રામજનોએ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. જેમાં 85 થી વધુ ગ્રામજનોએ ડાયાબિટીસ અને હાયપરટેન્શન જેવી બિનચેપી રોગોના નિદાન સહિતની આરોગ્ય સેવા, દવાઓ અને આયુષ્માન કાર્ડનું વિતરણ, 150 થી વધુ પશુઓની આરોગ્ય તપાસ અને સારવાર તથા 37 થી વધુ પશુપાલકોને માર્ગદર્શન તેમજ રેશનકાર્ડ, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, વિધવા સહાય, નિરાધાર સહાય અને વૃદ્ધ પેન્શન જેવી વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત અરજીઓનો સ્થળ પર જ નિકાલ મેળવવા જેવી સેવાઓનો લાભ લીધો હતો.

આ સભા દરમિયાન રાજ્યપાલના હસ્તે સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજુરી હુકમ અને લાભ-કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ રાત્રિ સભા પૂર્વે રાજ્યપાલએ નવા ઢિંકવા ગામના નાગરિક અને પ્રાકૃતિક કૃષિ કરતા આદિવાસી ખેડૂત મહેશ ભીમાભાઇ રાઠવાના પરિવાર સાથે રાત્રી ભોજન કરી આતિથ્ય માણ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, ગ્રામ સરપંચ સહિત અન્ય મહાનુભાવો, અગ્રણીઓ, ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

You Might Also Like

મહિલાઓમાં મોબાઈલ કવરમાં, કાર્ટૂન અને નવી ડિઝાઇનનો ક્રેઝ વધ્યો
વડોદરાના નંદેસરીમાં ‘એક દિવસ, એક કલાક, એક સાથ સ્વચ્છતા’ કાર્યક્રમ
ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય આપવાની પહેલ કરનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય: કૃષિ મંત્રી | BulletsIn
દરિયા કિનારે આનંદ માણતા સેંકડો પ્રવાસીઓ સોમનાથમાં નાતાલ પૂર્વે પ્રવાસીઓની ભિડજોવામળીરહીછે
ભારતીય રેડક્રોસ સોસાયટી, ગીર સોમનાથના તમામ હોદ્દેદારો એ, ખૂબ જ આનંદ અને ગૌરવભર્યા માહોલમાં 79મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો.

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બાંગ્લાદેશથી બંગાળમાં હિન્દુઓની હત્યાનો મુદ્દો: અમિત માલવિય એ જવાબદારીની માંગ કરી
Next Article નાદિયામાં ધુમ્મસને કારણે, વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ ખોરવાયો, કલકતાથી વર્ચ્યુઅલ સંદેશ આપવામાં આવ્યો
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?