
વડોદરા, 28 જાન્યુઆરી:-અમદાવાદ-વડોદરા વચ્ચે દોડતી અનેક ટ્રેન રદ કરવામાં આવી છે. વડોદરાના બાજવા સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લોકને લીધે આજે અમદાવાદથી જતી-આવતી 12 જેટલી લોકલ ટ્રેનોનું સંચાલન રદ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય કેટલીક ટ્રેનોને પણ અસર પડશે. પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વડોદરા-ગેરતપુર સેક્શનના બાજવા સ્ટેશનની લાઈન નં. 1,2 અને 3 ને કરચિયા યાર્ડથી સીધી કેનેક્ટિવિટી આપવા માટે આ ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત લાંબા અંતરની 4 ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી છે. જ્યારે લાંબા અંતરની અન્ય કેટલીક ટ્રેનો નિર્ધારિત સમય કરતા મોડી પડવાની શક્યતા છે.
આજે આ ટ્રેનો પૂર્ણરૂપે રદ કરવામાં આવી છે
• વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ
• અમદાવાદ-આણંદ મેમૂ સ્પેશિયલ
• વડોદરા-અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ
• અમદાવાદ-વડોદરા પેસેનજર સ્પેશિયલ
• અમદાવાદ-વડોદરા મેમૂ સ્પેશિયલ
• વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ
• અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ
• વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ
• ગાંધીનગર-આણંદ મેમૂ સ્પેશિયલ
• અમદાવાદ-વડોદરા મેમૂ સ્પેશિયલ
• વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ
• આંણદ-અમદાવાદ મેમૂ સ્પેશિયલ
