રાંચી, નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ.) ભગવાન બિરસા મુંડા જયંતિ અને રાજ્ય સ્થાપના દિવસ પર, મોટા પાયે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે, ઉલિહાતૂના બિરસા ઓડા પહોંચશે અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ આપશે. આ દરમિયાન વડાપ્રધાન બિરસા મુંડાના વંશજોને, પણ મળશે. જિલ્લા વહીવટી તંત્રએ સત્તાવાર કાર્યક્રમને અનુલક્ષીને તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ખુંટીના ડેપ્યુટી કમિશનર લોકેશ મિશ્રાએ જણાવ્યું કે,” વડાપ્રધાનનો કાર્યક્રમ ખુંટીમાં બે જગ્યાએ છે. ઉલિહાતૂમાં ટૂંકા ગાળાનો કાર્યક્રમ નિશ્ચિત છે. આ પછી વડાપ્રધાન ખુંટીના બિરસા કોલેજ ફૂટબોલ સ્ટેડિયમમાં આયોજિત જનસભાને સંબોધશે. વડાપ્રધાનને સાંભળવા માટે, રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો આવશે. સ્ટેડિયમમાં એક વિશાળ હેંગર બનાવવામાં આવી રહ્યું છે. 25-30 હજાર લોકો માટે, બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમ માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. એસપીજીએ ઉલિહાતૂથી હેલિપેડ અને સ્થળનું નિરીક્ષણ કર્યું છે.”
તેમણે જણાવ્યું કે,” વડાપ્રધાન 15 નવેમ્બરે સવારે 8:30 વાગ્યે દિલ્હીથી રાંચી જશે. દોઢ કલાક પછી, રાંચી એરપોર્ટ પહોંચશે. અહીંથી અમે હેલિકોપ્ટર દ્વારા ઉલિહાતુ જઈશું. વડાપ્રધાન સવારે 10:20 થી 10:35 વચ્ચે, ઉલિહાતૂમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને, ફૂલ અર્પણ કરશે. આ પછી ભગવાન બિરસા મુંડાના પરિવારના સભ્યોને, તેમના પૈતૃક ઘરે પણ મળશે.”
વડાપ્રધાન સવારે 11 વાગે હેલિકોપ્ટર દ્વારા, ખુંટી જવા રવાના થશે. તેઓ 11:10 વાગ્યે ખુંટી પહોંચશે. અહીં આદિવાસી કલાકારો, તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરશે. વડાપ્રધાન આદિવાસી પ્રદર્શનની પણ મુલાકાત લેશે. સવારે 11:30 કલાકે ધ્વજવંદન કરીને વિકાસ ભારત યાત્રાને, પ્રસ્થાન કરાવશે.
આ પછી આદિજાતિ મંત્રીનું પ્રવચન થશે. પીવીટીજી મિશન અને પોર્ટલ લોન્ચ પરની ટૂંકી ફિલ્મ, સવારે 11:45 વાગ્યાથી પ્રદર્શિત કરવામાં આવશે. યોજનાઓનો શિલાન્યાસ સવારે 11.50 કલાકે ઓનલાઈન કરવામાં આવશે. મુખ્યપ્રધાન હેમંત સોરેનનુ ભાષણ, સવારે 11.55 વાગ્યે અને વડાપ્રધાનનું ભાષણ બપોરે 12 વાગ્યે હશે. વડાપ્રધાન બપોરે 12:30 વાગ્યે રાંચી જશે. વડાપ્રધાન રાંચી એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.”
હિન્દુસ્થાન સમાચાર / વંદના / મુકુંદ / માધવી
