ભરૂચ/અમદાવાદ,10 નવેમ્બર (હિ.સ.) રાજ્યના મૃદુ છતાં મક્કમ એવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દીર્ધદ્રષ્ટીવંત નેતૃત્વમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની જનહિતલક્ષી કલ્યાણકારી યોજનાઓ છેવાડાના નાગરિક સુધી પહોચાડાવાનો નિર્ધાર કર્યો છે.જ્યાં માનવી ત્યાં સુવીધાના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકારે આગામી 15 નવેમ્બરે જનજાતિય ગૌરવ દિવસ નિમીત્તે ’’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’નુંઆયોજન કરવામાં આવ્યું છે.
જે અનુસંધાને ભરૂચ જિલ્લામાં આગામી 15 નવેમ્બરે જનજાતિય ગૌરવ દિવસ નિમીત્તે ભરૂચની 80 ગ્રામ પંચાયતોમાં ’’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
’’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ના મુખ્ય હેતુઓ યોજનાઓનો લાભ મળવાપાત્ર હોય તેવા તમામ લાભાર્થી સુધી પહોંચીને યોજનાઓનો લાભ આપવો,યાત્રા દરમિયાન લાભ મળવાપાત્ર હોય એવા લાભાર્થીની નોંધણી કરવી,વિવિધ યોજનાકિય કામગીરીના યોગ્ય પ્રચાર પ્રસાર થકી લોકોનું સામાજીક અને આર્થિક ઉત્થાન હાથ ધરવું, કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ,ગ્રામિણ કક્ષાએ કેન્દ્ર સરકારની યોજનાઓ જેવી કે આયુષ્યમાન ભારત યોજના,પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, દીનદયાલ અંત્યોદય યોજના (નેશનલ લાઈવલીહુડ્સ મીશન),પ્રધાનમંત્રી આવાસ યોજના(રૂરલ), પ્રધાનમંત્રી ઉજજવલા યોજના,પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી કિશાન સમ્માન,કિશાન ક્રેડીટ કાર્ડ, પ્રધાનમંત્રી પોષણ અભિયાન, જન ધન યોજના, જીવન જયોતિ વિમા યોજના,સુરક્ષા વિમા યોજના,અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી પ્રણામ, નેનો ફર્ટીલાઈઝર યોજના વગેરે યોજનાનો લાભ જિલ્લાના ગ્રામ્ય કક્ષાના નાગરિકોને પહોચાંડવાનું આયોજન ’’વિકસીત ભારત સંકલ્પ યાત્રા’’ અભિયાનથી કરાશે.
સિકલસેલ એનીમિયા એલીમીનેશન મિશન, એકલવ્ય મોઙલ રેસીડેન્શીયલ સ્કુલમાં નોંધણી, શિષ્યવૃત્તિ યોજનાઓ, વન અધિકાર-વ્યક્તિગત અને સામુદાયિક જમીન, વન ધન વિકાસ કેન્દ્ર વગેરે પર સઘન ધ્યાન કેન્દ્રિત કરવાનું આગોતરું આયોજન હાથ ધરાશે.
હિન્દુસ્થાન સમાચાર/
