નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.)ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પાંચમી યાદી બહાર પાડી. આલમપુરની મહિલા મીરમ્મા સહિત 14 ઉમેદવારોના નામ છે. અત્યાર સુધીમાં ભાજપે રાજ્યની 119 બેઠકો માટે 114 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગુરુવારે કોંગ્રેસે તેના તમામ ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા હતા. નોંધનીય છે કે, રાજ્યની 119 વિધાનસભા બેઠકો માટે 30 નવેમ્બરે મતદાન થવાનું છે અને પરિણામ 3 ડિસેમ્બરે જાહેર થવાનું છે.
ભાજપની પાંચમી યાદીમાં બેલ્લમપલ્લીથી કોયાલા ઈમાજી, પેડ્ડાપલ્લીથી દુગ્યાલા પ્રદીપ, સંગારેડ્ડીથી દેશપાંડે રાજેશ્વર રાવ, મેડચલથી યેનિગુ સુદર્શન રેડ્ડી, મલકાજગીરીથી રામચંદ્ર રાવ, સેરીલિંગમપલ્લીથી રવિ કુમાર યાદવ, નામપલ્લીથી રાહુલ ચંદ્રા, સિકંદરાબદ કેન્ટોન્મેન્ટથી ગણેશ નારાયણ, નરસમપેટથી પુલ્લા રાવ અને મધિરાથી પેરુમરપલ્લી વિજયા રાજુને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / મુકુંદ / ડો. હિતેશ /માધવી
