નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.) દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને, તેમની બીમાર પત્નીને મળવાની મંજૂરી આપી છે. જેલમાં અને પોલીસ કસ્ટડીમાં રહેલા મનીષ સિસોદિયા, 11 નવેમ્બરે સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી પત્નીને મળવા ઘરે જશે.
સિસોદિયાએ પોતાની બીમાર પત્નીને પાંચ દિવસ સુધી, મળવાની પરવાનગી માંગી હતી. આ પહેલા 30 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે સિસોદિયાને, જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. સીબીઆઈ એ 25 એપ્રિલે દિલ્હી એક્સાઈઝ કૌભાંડ કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં સિસોદિયા ઉપરાંત બૂચી બાબુ, અર્જુન પાંડે અને અમનદીપ ઢલને આરોપી બનાવવામાં આવ્યા છે. બુચી બાબુ, તેલંગાણાના મુખ્યમંત્રી કેસી રાવની પુત્રી કે.કવિતાના સીએ રહી ચૂક્યા છે.
સીબીઆઈ એ 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ કરી હતી. સીબીઆઈ એ 25 નવેમ્બર 2022ના રોજ પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે 15 ડિસેમ્બર 2022ના રોજ પ્રથમ ચાર્જશીટનું સંજ્ઞાન લીધું હતું. કોર્ટે આ તમામ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 120બી અને ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમની કલમ 7, 7એ અને 8 હેઠળ આરોપો ઘડ્યા હતા. કોર્ટે પ્રથમ ચાર્જશીટમાં સામેલ કુલદીપ સિંહ, નરેન્દ્ર સિંહ, વિજય નાયર, અભિષેક બોઈનપલ્લી, અરુણ રામચંદ્ર પિલ્લઈ, મુથુ ગૌતમ અને સમીર મહેન્દ્રુ વિરુદ્ધ સંજ્ઞાન લીધું છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજય / સુનીત / પવન / માધવી
