• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ‘ઇ-કોમર્સઃ બિઝનેસ એટ ફિંગરટિપ્સ’ પર સેમિનાર યોજાશે
Regional

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ‘ઇ-કોમર્સઃ બિઝનેસ એટ ફિંગરટિપ્સ’ પર સેમિનાર યોજાશે

CliQ INDIA
Last updated: January 5, 2024 1:45 am
CliQ INDIA
Share
5 Min Read
SHARE

ગાંધીનગર,04 જાન્યુઆરી (હિ.સ.) ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ગુજરાત ગેસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર IAS મિલિંદ તોરવણેએ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 11 જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સેમિનાર હોલ-9 માં ”ઈ-કોમર્સ: બિઝનેસ એટ ફિંગરટિપ્સ” થીમ આધારિત સેમિનાર યોજાશે.

સેમિનારની વિગતો વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, સેમિનારને ત્રણ સત્રમાં વિભાજિત કરવામાં આવશે. ઉદ્ઘાટન સત્રમાં, માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી (નિવૃત્ત) IAS સોમ પ્રકાશ, ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ભારત સરકારના સરકારી ઇ-માર્કેટપ્લેસના મુખ્ય કાર્યકારી અધિકારી IAS પ્રશાંત કુમાર સિંઘ, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)ના જોઈન્ટ સેક્રેટરી IRS સંજીવ અને ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સના ચીફ બિઝનેસ ઓફિસર શિરીષ જોષી સંબોધન કરશે.

તેમણે વધુમાં જણાવ્યુ કે ”ટેકગાર્ડ માસ્ટ્રોસ – ફોર્ટીફાઈંગ ધ ફ્યુચર” શીર્ષક ધરાવતા પ્રથમ સત્રનું સંચાલન અસ્તિત્વ વેલફેર ફાઉન્ડેશનના સ્થાપક અને ડાયરેક્ટર પંકજ મોલ દ્વારા કરવામાં આવશે. પેનલના સભ્યોમાં ઉત્તરપ્રદેશ રાજ્યના સાયબર ક્રાઇમના IPS સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પ્રો. ત્રિવેણી સિંહ, જંગલવર્ક્સના CEO અને સ્થાપક સમર સિંગલા, ઈન્ફિબિમ એવન્યુ લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વિશાલ મહેતા અને સ્ટેટ બેંક ઑફ ઑપરેશન્સ સપોર્ટ સર્વિસિસના ચીફ ટેક્નોલોજી ઑફિસર પ્રતીક સક્સેનાનો સમાવેશ થાય છે. આ સત્ર ઇ-કોમર્સને વધુ બહેતર બનાવવા માટે ઇનોવેશન અને ડિજીટલાઇઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઈ-કોમર્સનું ભવિષ્ય, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ભૂમિકા, વૈશ્વિક વલણો, ક્રોસ-બોર્ડર પોલિસી ઈકોસિસ્ટમ્સ, સાયબર સુરક્ષા, ડિજિટલ પ્લેટફોર્મ અને અનુપાલન આ બધાં જ આ સત્રના મુખ્ય ફોકસ ક્ષેત્રો હશે. ”બેનિફિટ્સ 4 યુ – ઈન્ક્લુઝન ઑફ ગ્રાસરૂટ્સ” પર બીજું સત્ર યોજાશે, જેનું સંચાલન અર્ન્સ્ટ એન્ડ યંગ એલએલપીના પાર્ટનર ડૉ. સત્યમ શિવમ સુંદરમ દ્વારા કરવામાં આવશે. પેનલના સભ્યોમાં ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) ના ચીફ બિઝનેસ ઓફિસર અને પ્રેસિડેન્ટ શિરીષ જોષી, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના પ્રોગ્રામ ડાયરેક્ટર અભિજીત સિંહા, અસ્તિત્વ વેલફેર ફાઉન્ડેશનના સ્થાપક અને નિયામક પંકજ મોલ, સ્ટેટ્સ એટ ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસના એડિશનલ CEO અને ચીફ બાયર ઓફિસર વાય. કે. પાઠક અને ભારત સરકારના સંચાર મંત્રાલયના પોસ્ટ વિભાગના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગણેશ વી. સાવલેશ્વરકાનો સમાવેશ થાય છે. આ સત્રમાં ઈ-કોમર્સ અને વેલ્યુ ચેઈન (ફોરવર્ડ અને બેકવર્ડ લિન્કેજ), ફિનટેક, MSME, સાહસિકો, FPCs, SHGs, નાના ખરીદદારો અને વિક્રેતાઓની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રાસરૂટ ડાયનેમિક્સ, અમલીકરણ અને ઈ-કોમર્સની અસર અંગે ચર્ચા કરવામાં આવશે.

સેમિનારની વિગતો અંગે વાત કરતા મિલિંદ તોરાવણેએ જણાવ્યું કે સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક અર્થવ્યવસ્થાના પ્રગતિશીલ ડિજિટલાઇઝેશનથી ઊભી થતી તકોનો સંપૂર્ણ લાભ લેવા માટે હિતધારકોને સક્ષમ કરવાનો, આપણા અર્થતંત્રના ભાગોને મુખ્ય પ્રવાહમાં લાવવાનો અને ભારતીય બજારમાં સ્થાનિક ખેલાડીઓને ડિજિટલ અર્થતંત્રમાં પોતાને ટકાવી રાખવા માટે સક્ષમ બનાવવાનો તેમજ, મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા, ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM) અને ડ્રાફ્ટ ઈ-કોમર્સ પોલિસી જેવી પહેલો દ્વારા સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો, સ્ટાર્ટ-અપ્સ અને વેપારીઓની ભાગીદારીને વધારવાનો છે. તેમણે એ બાબત પર ભાર મૂક્યો હતો કે, ઈ-કોમર્સ અને ડિજિટાઇઝેશન પર કેન્દ્ર સરકારના પ્રોત્સાહનને અનુરૂપ, ગુજરાતે રાજ્યમાં ઇ-કોમર્સ રોકાણો અને ઇ-કોમર્સને અપનાવવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે. ગુજરાતમાં ટેક્સટાઇલ્સ ક્ષેત્રના વિકાસને આગળ વધારવા માટે, એપ્રિલ 2023 માં, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કારીગર વણકરો માટે એક ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ, IndiaHandmade.com લોન્ચ કર્યું. ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે, તેના ફ્લિપકાર્ટ સમર્થ કાર્યક્રમ હેઠળ, કુટીર અને ગ્રામીણ ઉદ્યોગોના કમિશનર સાથે એમઓયુ દ્વારા ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરી છે. આ જોડાણનો ઉદ્દેશ્ય સ્થાનિક વ્યવસાયોને ડિજિટાઇઝ કરવાનો છે, જે રાજ્યના દરેક જિલ્લામાં હસ્તકલાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગુજરાતે એમેઝોન સાથે એમેઝોન ગ્લોબલ સેલીંગ નામના તેમના ઈ-કોમર્સ નિકાસ કાર્યક્રમ દ્વારા પણ ભાગીદારી કરી છે. આનાથી સ્થાનિક વ્યવસાયો 200 થી વધુ દેશો અને પ્રદેશોમાં એમેઝોનના કરોડો ગ્રાહકોને તેમની અનન્ય ‘મેડ ઈન ઈન્ડિયા’ પ્રોડક્ટ્સ વેચી શકશે.

સમાપન કરતા તેમણે જણાવ્યું કે ઇ-કોમર્સ પરના સત્રમાં ઇ-કોમર્સમાં ટેક્નોલોજીની ભૂમિકા અને મોટા વ્યવસાયો પર તેની અસર અને પાયાના સ્તરના સમાવેશ પર ચર્ચા કરવામાં આવશે. વધુમાં, આ સેમિનાર એ બાબતની ચર્ચા કરવાની તક પૂરી પાડશે કે કેવી રીતે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) અને IA (ઈન્ટેલિજન્ટ ઑટોમેશન), સાયબર સિક્યુરિટી, ડિજિટલ પ્લેટફોર્મ, બ્લોકચેન અને ESGના વૈશ્વિક વલણો ભારતમાં ઈ-કોમર્સનું ભવિષ્ય ઘડશે અને વિકસિત ભારત @2047ના વિઝનમાં યોગદાન આપશે. આ સાથે જ, ક્રોસ-બોર્ડર પોલિસી ઇકોસિસ્ટમ અને ઇ-કોમર્સ વધારવામાં અનુપાલન જેવા વિષયોને પણ આ સેમિનારમાં આવરી લેવામાં આવશે. તેમણે તમામ સંબંધિત હિતધારકો, ઉદ્યોગ નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓને આ સત્રમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ/હર્ષ શાહ

You Might Also Like

ગુજરાત ના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર નો શિલાન્યાસ કરવામાં આવ્યો
ન્યુ જર્સીના બ્રિજવોટરમાં બાલાજી મંદિર ખાતે સામુદાયિક આરોગ્ય સેવાના 25 વર્ષની ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂ.353 કરોડના ખર્ચે, નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરશે
આગામી 30થી 40 વર્ષમાં સૌરાષ્ટ્ર નાં ઘણા શહેરો અને બંદરો ડૂબી જવાની સંભાવના
વિદ્યાર્થી નેતા દ્વારા મનોદિવ્યાંગ બાળકો સાથે નવરાત્રીની ઉજવણી કરાઈ.

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડે, તેમના અપ-શબ્દો માટે માફી માંગી, ભાજપે તેમની ધરપકડની માંગ કરી
Next Article શિક્ષણ મંત્રાલયે ધોરણ 9-12ના વિદ્યાર્થીઓ માટે ‘પ્રેરણા કાર્યક્રમ’ શરૂ કર્યો
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?