નવી દિલ્હી, 28 ડિસેમ્બર (હિ.સ.) કોંગ્રેસ નેતા પ્રિયંકા વાડ્રાને ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ’ સંબંધિત કેસની ચાર્જશીટમાં, નામ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. ઇડીએ કહ્યું કે,” રોબર્ટ અને પ્રિયંકા વાડ્રાએ દિલ્હીમાં, રિયલ એસ્ટેટ એજન્ટ દ્વારા હરિયાણામાં જમીન ખરીદી હતી. આ એજન્ટે, એનઆરઆઈ બિઝનેસમેન સીસી થમ્પીને પણ જમીન વેચી હતી.”
આ અંગે ઇડીએ કહ્યું કે,” વાડ્રા અને થમ્પીનો જુનો સંબંધ છે, અને એક જ કારોબાર કરવા સિવાય બંનેમાં ઘણી બાબતોમાં સાથે સહભાગીતા છે. ભાગેડુ હથિયાર ડીલર સંજય ભંડારી સાથે સંબંધિત, આ એક મોટો કેસ છે. ભંડારીની મની લોન્ડરિંગ, ફોરેન એક્સચેન્જ અને બ્લેક મની કાયદા અને ઓફિશિયલ સિક્રેટ એક્ટના, કથિત ઉલ્લંઘન માટે અનેક એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓના ડરથી તે 2016માં ભારતથી બ્રિટન ભાગી ગયો હતો. થમ્પી અને બ્રિટિશ નાગરિક સુમિત ચઢ્ઢા પર, ભંડારીને ગુનાની કાર્યવાહી છુપાવવામાં મદદ કરવાનો આરોપ છે. ઇડીએ કેસ સાથે, સંબંધિત તેની પહેલાની ચાર્જશીટમાં રોબર્ટ વાડ્રાને થમ્પીના નજીકના સહયોગી તરીકે નામ આપ્યું છે. પરંતુ આ પહેલીવાર છે, જ્યારે પ્રિયંકા વાડ્રાનું નામ કોર્ટમાં સબમિટ કરવામાં આવેલા સત્તાવાર દસ્તાવેજમાં સામેલ કરવામાં આવ્યું છે.
ચાર્જશીટમાં તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો છે કે,” એચએલ પાહવાએ, વાડરા અને થમ્પી બંનેને, જમીન વેચી દીધી હતી. હરિયાણામાં જમીન ખરીદવા માટે, તેમને બેનામી પૈસા આપવામાં આવ્યા હતા અને વાડ્રાએ જમીનના વેચાણ માટે સંપૂર્ણ રકમ ચૂકવી ન હતી. પાહવાએ 2006માં પ્રિયંકા વાડ્રાને ખેતરની જમીન વેચી હતી અને પછી 2010માં, તેની પાસેથી તેને પાછી ખરીદી હતી. રોબર્ટ અને પ્રિયંકાના નામ આરોપી તરીકે નથી, પરંતુ ઇડીના સૂત્રોએ માહિતી આપી હતી કે, થમ્પી અને વાડ્રા વચ્ચેના સંબંધો દર્શાવવા માટે જમીનની ખરીદી અને વેચાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર/
