મુંબઈ, નવી દિલ્હી, 29 ડિસેમ્બર (હિ.સ.) ડીઆરઆઈ દ્વારા મળેલી ગુપ્ત માહિતીના આધારે, નૈરોબીથી મુંબઈ જતી ફ્લાઇટ કેક્યુ 204 માંથી, કેન્યાની નાગરિકતાની એક મહિલાને ડીઆરઆઈ અધિકારીઓ દ્વારા, ગુરુવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવી હતી. જ્યારે તેણીના સામાનની તલાશી લેવામાં આવી ત્યારે, મોટાભાગે કોકેઈનનો સફેદ પાવડર, જેનું વજન 1490 ગ્રામ હતું અને જેની કાળા બજાર કિંમત 14.90 કરોડ રૂપિયા હતી, જે જપ્ત કરવામાં આવ્યું હતું.
માદક દ્રવ્ય સફેદ પાઉડર, બે કાળી પોલીથીનની બેગમાં, હેર કન્ડીશનરની બોટલ અને બોડી સોપની બોટલમાં, છુપાવવામાં આવ્યો હતો. મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને એન્ડીપીએસ એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ ન્યાયિક કસ્ટડીમાં લેવામાં આવી છે.
ડ્રગ સપ્લાય ચેઇનમાં અન્ય કડીઓ શોધવા માટે, વધુ તપાસ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર/
