નવી દિલ્હી, 07 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાયિકા ગીતાબેન રબારીનું ભજન, ‘શ્રી રામ ઘર આયે…’ શેર કર્યું છે. જેનું સંગીત મૌલિક મહેતાએ આપ્યું હતું. ગીત અને રચના સુનિતા જોષી (પંડ્યા) દ્વારા કરવામાં આવી છે.
ઈન્સ્ટાગ્રામ પર આને શેર કરતી વખતે, વડાપ્રધાને લખ્યું છે કે, “અયોધ્યામાં ભગવાન શ્રી રામના દિવ્ય ભવ્ય મંદિરમાં, રામલલાના આગમનની રાહનો અંત આવવાનો છે. સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યો, તેમના પ્રાણ-પ્રતિષ્ઠાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમના સ્વાગત માટેનું, ગીતાબેન રબારીજીનું આ ભજન ખૂબ જ ભાવવિભોર કરનારું છે.”
હિન્દુસ્થાન સમાચાર / અનુપ / મુકુંદ / માધવી
