નવી દિલ્હી, 28 ડિસેમ્બર (હિં.સ.) વર્તમાન નાણાકીય વર્ષ 2023-24 અને મૂલ્યાંકન વર્ષ 2023-24 માટે 31 જુલાઈ સુધીમાં ઈન્કમ ટેક્સ રિટર્ન (આઈટીઆર) ફાઈલ કરવામાં સક્ષમ ન હોય, તેવા કરદાતાઓ માટે 31 ડિસેમ્બરની તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવા કરદાતાઓ મોડું થાય તો પણ, 31 ડિસેમ્બર સુધી આઈટીઆર ફાઇલ કરી શકશે.
આવકવેરા વિભાગે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” 31 ડિસેમ્બર આકારણી વર્ષ 2023-2024 માટે, વિલંબિત અથવા સુધારેલા આવકવેરા રિટર્ન સબમિટ કરવાની છેલ્લી તક છે. વિભાગે કરદાતાઓને ચાલુ નાણાકીય વર્ષ 2023-24 અને મૂલ્યાંકન વર્ષ 2023-24 માટે વિલંબિત આઈટીઆર સંબંધિત માહિતી માટે https:ncometax.gov.in/iec/foportal/ ની મુલાકાત લેવાની સલાહ આપી છે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ / સુનીત / માધવી
