નવી દિલ્હી, 04 ડિસેમ્બર (હિં. સ.) અમેરિકાના અગ્રણી અખબાર ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સે’ પોતાના વિશ્લેષણમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીતના હીરો ગણાવ્યા છે. અખબારમાં કહે છે કે, “પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીને ભારતીય જનતા પાર્ટી માટે મોટી પરીક્ષા તરીકે જોવામાં આવી હતી. પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે પ્રમુખ વસ્તીવાળા વિસ્તારમાં, ભાજપે પોતાનું વર્ચસ્વ વધાર્યું છે.
ન્યૂયોર્ક ટાઈમ્સ કહે છે કે,” ચૂંટણીના પરિણામો મુખ્ય વિપક્ષી પાર્ટી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ માટે, વધુ એક ફટકો છે. કોંગ્રેસ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં મોદીની ભાજપ સામે હારી ગઈ. તે માત્ર તેલંગાણામાં એક નાની પ્રાદેશિક પાર્ટી સામે, જીતી હતી.” અમેરિકન અખબારનું માનવું છે કે,” ભારતમાં વસંતઋતુમાં યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા વડાપ્રધાન મોદી હવે, વધુ મજબૂત સ્થિતિમાં છે.” અખબારનો અંદાજ છે કે, જાન્યુઆરીમાં ઉત્તર પ્રદેશના અયોધ્યામાં મંદિરના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન મોદીનું વર્ચસ્વ વધુ વધશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો હિતેશ / માધવી
