નવી દિલ્હી, 22 ઓક્ટોબર (હિં.સ.) ઈઝરાયેલ-હમાસ સંઘર્ષમાં ફસાયેલા પેલેસ્ટાઈન નાગરિકોને ભારતે, માનવતાવાદી સહાય મોકલી છે. ભારતીય વાયુસેનાના સી-17 પરિવહન વિમાને આજે, 32 ટન રાહત સામગ્રી અને 6.5 ટન તબીબી સહાય લઈને ઈજિપ્તથી ઉડાન ભરી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે,” પેલેસ્ટાઈનના લોકો માટે લગભગ 6.5 ટન તબીબી સહાય અને 32 ટન આપત્તિ રાહત સામગ્રી લઈને આઇએએફ સી-17 પરિવહન વિમાન ઇજિપ્તના અલ-અરિશ એર બેઝ માટે રવાના થયું છે. સામગ્રીમાં જીવનરક્ષક દવાઓ, સર્જીકલ સપ્લાય, ટેન્ટ, સ્લીપિંગ બેગ, તાડપત્રી, સ્વચ્છતા સુવિધાઓ, પાણી શુદ્ધિકરણની ગોળીઓ સહિત અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે.”
ગાઝા પટ્ટીમાં રહેતા પેલેસ્ટિનિયન નાગરિકો, હાલમાં હમાસના હુમલાના ઈઝરાયેલના જવાબને કારણે માનવીય સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. હમાસના બર્બર હુમલા બાદ, હવે ઈઝરાયેલની કાર્યવાહીને કારણે પેલેસ્ટિનિયન નાગરિકોની પણ જાનહાનિ થઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ / સુનીત / માધવી
