શિમલા, નવી દિલ્હી,14 ડિસેમ્બર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, શુક્રવારથી હિમાચલની ત્રણ દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન નડ્ડા, વિકાસ ભારત સંકલ્પ યાત્રા, રોડ શો અને સન્માન કાર્યક્રમમાં ભાગ લેશે અને કાર્યકરોને માર્ગદર્શન આપશે. નડ્ડા 17 ડિસેમ્બરે દિલ્હી પરત ફરશે.
બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ડૉ. રાજીવ બિંદલે ગુરુવારે કહ્યું કે,” 15 ડિસેમ્બરે રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા, વિજયપુર બિલાસપુર પહોંચશે અને રાત્રી વિશ્રામ કરશે. નડ્ડાનું બિલાસપુરમાં, 16મી ડિસેમ્બરના સવારે 10 થી 12 વાગ્યા સુધી આયોજિત કાર્યક્રમમાં અભિનંદન કરવામાં આવશે. ત્યાર બાદ તેઓ, બિલાસપુરથી રોડ માર્ગે સુંદરનગર જશે.”
બિંદલે જણાવ્યું કે,” જેપી નડ્ડા, 12.30 વાગ્યે સુંદરનગર પહોંચશે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બપોરે 12:30-1:00 વાગ્યે, સુંદરનગરમાં સન્માન કાર્યક્રમ અને રોડ શોમાં ભાગ લેશે. નડ્ડા બપોરે 1:15 કલાકે, સુંદરનગર જિલ્લાના નવનિર્મિત ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન તેમનું અભિનંદન અને સંબોધન પણ કરવામાં આવશે.”
તેમણે કહ્યું કે,” તે પછી જેપી નડ્ડા, સુંદરનગરથી મંડીમાં મુખ્યમંત્રી સંવાદ કેન્દ્ર સુધી રોડ માર્ગે જશે. તેઓ અહીં સાંજે 4:00-5:30 વાગ્યા સુધી વિકાસ ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં, રથયાત્રા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાશે. જેપી નડ્ડા સાંજે સાડા પાંચ વાગ્યે કુલ્લુ માટે રવાના થશે અને તેમનું રાત્રિ રોકાણ કુલ્લુમાં જ રહેશે. નડ્ડા 7.15 વાગ્યે કુલ્લુ પહોંચશે.” તેમણે જણાવ્યું કે,” 17 ડિસેમ્બરે જેપી નડ્ડા કુલ્લુથી હવાઈ માર્ગે દિલ્હી માટે રવાના થશે.”
હિન્દુસ્થાન સમાચાર / ઉજ્જવલ / સુનીલ / માધવી
