નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાત કરી હતી. વડાપ્રધાને, તેમને રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને રશિયાના મૈત્રીપૂર્ણ લોકોને શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિની શુભેચ્છાઓ આપી હતી.
વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) અનુસાર, બંને નેતાઓ આગામી વર્ષોમાં ભારત અને રશિયા વચ્ચે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે નક્કર પ્રયાસો કરવા સંમત થયા હતા.
તેઓએ દ્વિપક્ષીય સહયોગના વિવિધ મુદ્દાઓમાં પ્રગતિની પણ સમીક્ષા કરી અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું.
રશિયા-યુક્રેન સંઘર્ષની ચર્ચા કરતાં, વડા પ્રધાન મોદીએ આગળના માર્ગ તરીકે વાતચીત અને મુત્સદ્દીગીરીની તરફેણમાં ભારતની સાતત્યપૂર્ણ સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો.
પીએમઓ એ કહ્યું કે, બંને નેતાઓ, સંપર્કમાં રહેવા માટે સંમત થયા છે.
વડાપ્રધાન મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું, “રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી અને તેમને રશિયન સંઘ ના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટવા બદલ અભિનંદન આપ્યા. અમે આવનારા વર્ષોમાં ભારત-રશિયા વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ અને વિસ્તૃત કરવા સાથે મળીને કામ કરવા સંમત થયા છીએ.
