
ગૌહાટી, નવી દિલ્હી, 03 જાન્યુઆરી (હિ.સ.) આસામના ગોલાઘાટ જિલ્લાના દેરગાંવમાં આજે વહેલી સવારે ટ્રક અને બસ વચ્ચેની અથડામણમાં 10 લોકોના મોત થયા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, બસમાં 40 થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા. બધા પિકનિક માટે જતા હતા. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર/અરવિંદ/મુકુંદ / ડો. હિતેશ
