અમદાવાદ.03 જાન્યુઆરી (હિ.સ.) સમગ્ર ભારતભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભ્રમણ કરવામાં આવી રહ્યું છે.અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના લપકામણ ગામ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
લપકામણ ગામમાં અંદાજિત 367 લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો હતો. સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ગામના 235 લોકોના આરોગ્યની અને ટીબીની તપાસ કરવામાં આવી હતી. ‘માય ભારત’ હેઠળ 29 સ્વયંસેવકોના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલાઓ, વિદ્યાર્થીઓ, લોકલ રમતવીરો અને કલાકારોને એવોર્ડ આપી સન્માનવામાં આવ્યા હતા.
મેરી કહાની, મેરી જુબાની’ હેઠળ સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાના અનુભવો લોકો સમક્ષ રજૂ કર્યા હતા. સમગ્ર ગામવાસીઓએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો હતો. સોઇલ હેલ્થ કાર્ડ અને ડ્રોનનું નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોએ પોતાના પ્રાકૃતિક કૃષિને લગતા અનુભવો ઉપર ચર્ચા કરી હતી. આ ઉપરાંત, લપકામણ ગામના 69 લોકોના આયુષ્માન કાર્ડ બનાવી આ તમામ લોકોને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. લપકામણ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પ્રમોદ પટેલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભીખા વાઘેલા અને જિલ્લા સંગઠન મંત્રી રાજુભાઈ ઠાકોર હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/
