નવી દિલ્હી, 03 જાન્યુઆરી (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં, ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 2 ડોલર ઘટીને 76 ડોલર પ્રતિ બેરલ અને ડબલ્યુટીઆઈ ક્રૂડની કિંમત ઘટીને 71 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા, ડીઝલ 90.08 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા, ડીઝલ 94.27 રૂપિયા, કોલકતામાં પેટ્રોલ 106.03 રૂપિયા, ડીઝલ 92.76 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લિટર ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં, સપ્તાહના ત્રીજા દિવસે શરૂઆતના વેપારમાં 0.06 ડોલર એટલેકે 0.08 ટકાના ઘટાડા સાથે બ્રાન્ડેડ ક્રૂડ પ્રતિ બેરલ 75.83 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડ 0.02 ડોલર એટલેકે 0.03 ટકા ઘટીને બેરલ દીઠ 70.73 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ / ડો. હિતેશ /માધવી
