નવી દિલ્હી, 29 ઓક્ટોબર (હિં.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (રવિવારે) તેમના ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા, દેશવાસીઓને સંબોધિત કરશે. ‘મન કી બાત’ સવારે 11 વાગ્યે ટેલિકાસ્ટ થશે. આજે ‘મન કી બાત’ કાર્યક્રમનો 106મો એપિસોડ છે. ‘મન કી બાત’ ઓલ ઈન્ડિયા રેડિયો પર, લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
આ પહેલા 30 એપ્રિલ 2023 ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના 100 એપિસોડ પૂરા થયા હતા. આ ઐતિહાસિક ક્ષણને યાદ કરતા તેને, તે દેશભરમાં જીવંત પ્રદર્શિત કરવામાં આવી હતી. ‘મન કી બાત’નો 100મો એપિસોડ પણ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દિલ્હીમાં 6530 સ્થળોએ લાઈવ સાંભળવામાં આવ્યો હતો.
‘મન કી બાત’ કાર્યક્રમ 22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓ ઉપરાંત, 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત થાય છે. જેમાં ફ્રેન્ચ, ચાઈનીઝ, ઈન્ડોનેશિયન, તિબેટીયન, બર્મીઝ, બલોચી, અરબી, પશ્તુ, ફારસીનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયોના 500 થી વધુ સ્ટેશનો પરથી, પ્રસારિત થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી
