નવી દિલ્હી, 27 ઓક્ટોબર (હિં.સ.) ભારત સરકારે ગુરુવારે સાંજે નેપાળ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમને ક્રિકેટ કીટ ભેટમાં આપી.
નેપાળી ક્રિકેટ ટીમે ખૂબ જ ઓછા સમયમાં, ઝડપી ઊંચાઈ હાંસલ કરી છે. નેપાળમાં ભારતીય રાજદૂતે કાઠમંડુમાં, ભારતીય દૂતાવાસની અંદર આયોજિત એક સમારોહ દરમિયાન 20 ક્રિકેટ બેટ અને જૂતા સોંપ્યા.
ક્રિકેટ એસોસિએશન ઓફ નેપાળના સેક્રેટરી પારસ ખડકાએ કહ્યું, અમે ખૂબ જ આભારી અને સન્માનિત છીએ કે, ભારતીય દૂતાવાસે અમને કિટ્સ સોંપવા કરતાં વધુ આ સંબંધ સ્થાપિત કરવાની તક આપી છે. હું માનું છું કે આ એક સારા અને મોટા સંબંધની શરૂઆત છે, જે નેપાળ ક્રિકેટની જરૂરત છે.
વધુમાં, રાષ્ટ્રીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ખડકા, જેઓ હવે નેપાળ ક્રિકેટ સંસ્થાના વહીવટી સભ્ય છે, તેમણે નેપાળ ટીમની સંભવિતતાને, વધુ વધારવા માટે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઈ) વચ્ચે, સહકાર અને સંકલન માટે વિનંતી કરી.
નેપાળની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત પૌડેલે પણ, ભારતીય દૂતાવાસના અધિકારીઓને વિનંતી કરી હતી કે, તેઓ ભારતીય ટીમ સાથે રમવા અથવા પ્રેક્ટિસ કરવા માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે.
રાષ્ટ્રીય ટીમના કેપ્ટન રોહિતે કહ્યું, મારે એ કહેવાની જરૂર નથી કે, વિશ્વ ક્રિકેટ માટે બીસીસીઆઈનો અર્થ શું છે? ભારત આટલો નજીકનો પાડોશી છે. દૂતાવાસની મદદથી અમે બીસીસીઆઈને મદદ કરી શકીએ છીએ અને અલબત્ત નેપાળ ક્રિકેટને મદદ કરી શકીએ છીએ. અમે 2017 થી 2019 સુધી ભારત સરકાર સાથે જોડાણ કરવા આતુર છીએ. જ્યારથી અમે ભારતીય ટીમ સાથે એશિયા કપ રમ્યા ત્યારથી અમારા ક્રિકેટે એક નવો વળાંક લીધો છે.
તેણે કહ્યું, ક્રિકેટના સંદર્ભમાં, હું કહીશ કે, ભારત આ સમયે શ્રેષ્ઠ ટીમ છે. ક્રિકેટના વિકાસશીલ દેશ તરીકે, અમે માનીએ છીએ કે જો અમને તેમની સામે રમવાની તક મળે અથવા તેઓ ટીમ ચલાવે, તો તે તેના માટે છે. નેપાળ માટે આ એક મોટું પ્રદર્શન હશે. મને વિશ્વાસ છે કે તમે (ભારતીય દૂતાવાસ) ભારત સાથે સંબંધો બાંધવામાં મદદ કરશો. નેપાળની ક્રિકેટ ટીમ વતી, હું અમને કિટ્સ પ્રદાન કરવા બદલ, ભારતીય દૂતાવાસનો આભાર માનું છું.
કાર્યક્રમને સંબોધતા, નેપાળમાં ભારતીય રાજદૂત નવીન શ્રીવાસ્તવે પણ રાઈનોજ (નેપાળી ક્રિકેટ ટીમ)ની સુવિધા અને સમર્થન માટે, શક્ય પ્રયાસો કરવાનું વચન આપ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
