
નવસારી,7 જાન્યુઆરી(હિ. સ.) સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષ 2023-24 દરમિયાન સમગ્ર ગુજરાતમાં 60 વર્ષની ઉપરના ભાઇઓ/બહેનો માટે સિનિયર સીટીઝન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એથ્લેટીકસ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ રમતનું આયોજન કરવામાં આવનાર છે. સિનિયર સીટીઝન સ્વાસ્થ્ય જળવાઇ રહે અને આ વિભાગની પ્રવૃત્તિ સાથે જોડાય રહે તે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
જે અંતર્ગત નવસારી જિલ્લામાં પણ છ રમતોનું આયોજન કરવામાં આવનાર છે. જે સ્પર્ધામાં ભાગ લેવા માંગતા સિનિયર ખેલાડીઓએ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ખાતેથી સ્પર્ધાના ફોર્મ તા.15/01/3024 સુધીમાં મેળવી ફોર્મ ભરીને કચેરીમાં જમા કરાવવાના રહેશે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ફોન નં. (02637) 280388 પર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
