જીનીવા, નવી દિલ્હી, 7 મે : સોમવારે પ્રકાશિત પ્રથમ ફિફા ફૂટસલ મહિલા વિશ્વ રેન્કિંગમાં, બ્રાઝિલ ટોચ પર છે. બ્રાઝિલ પછી સ્પેન, પોર્ટુગલ, આર્જેન્ટિના, કોલંબિયા, થાઈલેન્ડ, રશિયા, ઈરાન, જાપાન અને ઈટાલી અનુક્રમે ટોપ 10માં છે.
કોસ્ટા રિકા (20મું), ન્યુઝીલેન્ડ (26મું) અને મોરોક્કો (59મું) એમ, પોતપોતાના પ્રદેશોમાંથી સૌથી વધુ ક્રમાંકિત ટીમો છે.
પ્રથમ ફિફા ફૂટસલ મહિલા વિશ્વ કપ 2025 માં યોજાશે. જોકે ફિફા એ, હજુ સુધી ટૂર્નામેન્ટની યજમાની અને તારીખ જાહેર કરી નથી.
ઑક્ટોબરમાં, બ્રાઝિલે 51 ગોલ કરીને અને માત્ર એક ગોલ ખાઈને, સતત ત્રીજો ફૂટસલ કોપા અમેરિકા ફેમેનિના ખિતાબ જીત્યો.
વિલ્સન સાબોયાની ટીમે માર્ચમાં ફીફા ટુર્નામેન્ટ પણ જીતી હતી. જેમાં જાપાન, પોર્ટુગલ અને સ્પેન જેવી ટીમો હતી. બ્રાઝિલની ટીમમાં, મહિલા ફૂટસલ ઇતિહાસની સૌથી રોમાંચક અને મહાન ખેલાડીઓમાંની, એક અમાન્ડિન્હા તેમજ ગોલાઝોની દેવી એમિલી માર્કોન્ડેસનો સમાવેશ થાય છે. બ્રાઝિલના અન્ય ઉત્કૃષ્ટ ખેલાડીઓમાં ટેટી, લુસિલિયા અને ઝડપથી ઉભરતી અના લુઇઝાનો સમાવેશ થાય છે.
તે જ સમયે, સ્પેને ત્રણેય યુઈએફઈ મહિલા ફૂટસલ યુરો જીત્યા છે. જેમાંથી છેલ્લી ફાઇનલમાં, યુક્રેનને 5-1થી હરાવ્યું હતું. અનીતા લુજાન, જે હમણાં જ અગ્રવર્તી ક્રુસિએટ લિગામેન્ટ સર્જરીમાંથી પરત ફર્યા હતા અને પેક, જે છેલ્લી મહાદ્વીપ ફાઇનલમાં એમવીપી હતા, તેઓને રમતમાં સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ ગણવામાં આવે છે.
