સુરત, 29 ડિસેમ્બર(હિ. સ.)-સુરતમાં રખડતાં શ્વાનોના હુમલાં સતત યથાવત રહેતા જોવા મળી રહ્યાં છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં એક 9 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. બાળકને શ્વાને બચકાં ભરી લીધા હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને સારવાર આપી હતી.
પાંડેસરા વિસ્તારમાં શાળાએ જવા નીકળેલા બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. બાળક શાળાના ગેટ પાસે પહોંચ્યો એ વખતે જ તેને ગેટની બહાર જ શ્વાને ઘેરી લઈને બચકાં ભરી લીધા હતાં. જેથી બાળકે રડા રોળ કરી મૂકી હતી. જેથી બાળકને તાત્કાલિક સારવાર અર્થે પરિવારજનો હોસ્પિટલ લઈને આવી ગયાં હતાં.
સ્થાનિકોએ કહ્યું કે, શ્વાનોના હુમલાં સતત વધી રહ્યાં છે. જેથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતાં કોઈ જ કાર્યવાહી નક્કર ન થતી હોવાથી પાલિકા કંઈ યોગ્ય કરે તે જરૂરી છે. બાળકો સલામત ન હોવાનું પણ સામે આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
