મુંબઈ, નવી દિલ્હી, 29 ડિસેમ્બર (હિ.સ.) ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ, મુંબઈ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઉરણના ન્હાવા-શેવા ખાતે જવાહરલાલ નહેરુ બંદર પર પહોંચેલું 40-ફૂટ લાંબુ એર-કન્ડિશન્ડ કન્ટેનર ‘કન્ટેનર ફ્રેઈટ સ્ટેશન’ પર (સીએસએફ) કન્ટેનર, હેન્ડલિંગ સેન્ટર ખાતે રાખવામાં આવ્યું હતું. કન્ટેનરની સામગ્રીની સંપૂર્ણ તપાસ કર્યા પછી, તે જાણવા મળ્યું કે,’ સિગારેટ સ્ટિક ને કાર્ડબોર્ડ બોક્સમાં કુશળતાપૂર્વક છુપાવવામાં આવી હતી. દાણચોરીના માલમાં અંદાજે રૂ. 5.77 કરોડની બજાર કિંમત સાથે 33,92,000 સિગારેટ સ્ટિક નો સમાવેશ થાય છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
આ બોક્સમાં, દરિયાઈ વેબિલમાં કાર્ગો તરીકે આમલીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેની વચ્ચે સિગારેટ સ્ટિક ના પેકેટ મૂકવામાં આવ્યા હતા. સામાનની પેટીઓ ચારે બાજુ, આમલીથી ઢંકાયેલી હતી અને સિગારેટ સ્ટિક ને ચતુરાઈથી એવી રીતે મૂકવામાં આવી હતી કે, આમલીની પેટી ખોલ્યા પછી પણ અંદરની સિગારેટ દેખાતી ન હતી.
હિન્દુસ્થાન સમાચાર/
