-એલસીબીએ 1હજારનો મુદ્દામાલ કબજે કર્યો
મોડાસા, મોડાસા શહેરના રાણા સૈયદ વિસ્તારમાં મસ્જિદ પાસે જુગાર રમતા બે શખ્સોને એલસીબીએ રેડ કરી ઝડપ્યા હતા. જો કે ત્રણ શખ્સો ભાગી છૂટ્યા હતા. એલસીબીએ રોકડ અને દાવ પર લગાવેલા રૂ.1010નો મુદ્દામાલ કબજે લઈ ભાગી છૂટેલા આરોપીઓની શોધ ખોળ હાથ ધરી છે.
રાણા સૈયદ વિસ્તારમાં આવેલ મસ્જિદ પાસે ખુલ્લા મેદાનમાં ગલ્લાની પાછળ જુગાર રમી રમાડતા હોવાની માહિતીના આધારે એલસીબીએ અચાનક રેડ કરી ઈકબાલ મોહમ્મદ શેખ અને ઇમરાન અહેમદ મિયા ચૌહાણ બંને રહે. રાણા સૈયદ મોડાસાની અટકાયત કરી પોલીસે બે શખ્સોની અંગઝડતી કરતાં તેમની પાસેથી ₹470 રોકડ મળ્યા હતા. તેમજ દાવ પર લગાવેલા રૂ.540 મળી કુલ રૂ.1010 મળ્યા હતા. પોલીસે ગંજીપાના સહિતનો મુદ્દામાલ કબજે લઈ ફરાર રહીશ મોલા મુલતાની, મોઈન શરીફ શેખ અને સજ્જાદ નામનો આરોપી તમામ રહે. રાણા સૈયદ મોડાસાને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા.
