• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ઉપરાષ્ટ્રપતિના હસ્તે મુંબઈમાં શ્રીમદ્ રાજચંદ્ર સ્મારકનું ઉદ્ઘાટન
Regional

ઉપરાષ્ટ્રપતિના હસ્તે મુંબઈમાં શ્રીમદ્ રાજચંદ્ર સ્મારકનું ઉદ્ઘાટન

CliQ INDIA
Last updated: November 28, 2023 6:30 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE

અમદાવાદ/મુંબઈ,28 નવેમ્બર (હિ.સ.) કાર્તિક પૂર્ણિમા- શ્રીમદ્ રાજચંદ્રજીની 156મી જન્મજયંતિને શ્રીમદ્ રાજચંદ્ર સ્મારકના ભવ્ય અનાવરણ અને સંલગ્ન શ્રીમદ્ રાજચંદ્રજી માર્ગના નામકરણ પછી રોયલ ઓપેરા હોઉસ ખાતે એક સમારોહમાં ઉમંગભેર ઉજવવામાં આવી હતી.

આ સમારોહ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશજી સાથે ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશજી બૈસ, મહારાષ્ટ્રના મંત્રી મંગલપ્રભાત લોઢાજી મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફણસાલકર, વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રા અને અન્ય અનેક મહાનુભાવોની ઉપસ્થિતિથી શોભાયમાન હતો.

પ્રસ્તુત સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને તેમણે સામાજિક ઉત્થાનમાં આપેલ અમૂલ્ય યોગદાનને બિરદાવતાં પૂજ્ય ગુરુદેવ રાકેશજીના પાવન હસ્તે ‘જનકલ્યાણ હિતૈષી’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

જગદીપ ધનખડએ આ પ્રસંગે અહોભાવ વ્યક્ત કરતાં કહ્યું કે,‘શ્રીમદ્ રાજચંદ્ર સ્મારક પોતે જ લોકો માટે જ્ઞાનનો સ્ત્રોત્ર છે. ભારતની સંસ્કૃતિ 5000 વર્ષ જૂની છે, જે શ્રીમદ્જી જેવા મહાપુરુષોના કારણે ટકી રહી છે. ભારતને આગળ લઈ જનારા મહાત્મા ગાંધીજી અને નરેન્દ્ર મોદી બંન્નેએ શ્રીમદ્ રાજચંદ્રજી પાસેથી પ્રેરણા મેળવી છે. શ્રીમદ્જીના જ્ઞાનપ્રવાહને આગળ લઈ જનારા પૂજ્ય ગુરૂદેવ રાકેશજી પોતાના જ્ઞાન પ્રકાશથી લોકોના જીવનને ઉત્કૃષ્ટ બનાવી રહ્યા છે. સાથે જ મિશનની વિશાળ સેવા પ્રવૃત્તિઓ જરૂરિયાતમંદ લોકોના દુઃખ દૂર કરી રહી છે, જે પરમાત્માની સાચી સેવા છે.’

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરનું સામાજિક અભિયાન શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર મુંબઈમાં ચેરીટેબલ કાર્યો કરવામાં અગ્રેસર છે. પ્રસ્તુત કાર્યક્રમમાં તેમના દ્વારા મહારાષ્ટ્રના ગઢચિરોલી તેમ જ રાજસ્થાનમાં ઉપરાષ્ટ્રપતિના વતન ઝુનઝુનુમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.

શ્રીમદ્ રાજચંદ્ર સ્મારકમાં શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનને શ્રદ્ધાંજલિ અર્પતાં 72 ફૂટથી વધુ લાંબા જાજરમાન ભીંતચિત્રો છે જે તેમના સહવાસમાં આવેલા લોકો પર તેમનો ઊંડો પ્રભાવ તેમજ રાષ્ટ્રમાં તેમના અમૂલ્ય યોગદાનને દર્શાવે છે. આ સ્મારકનું એક સુંદર સહેલગાહમાં વિસ્તરણ થાય છે જેમાં રમવાની જગ્યા, લિનિયર બગીચો, રીફ્લેક્સોલોજી પથ, યોગ પ્લાઝા, બોટાનિકલ ગાર્ડનનો સમાવેશ જાહેર કલા, સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોનું નિરૂપણ કરે છે જે સ્થાનિક લોકોની સુખાકારી અને ઉત્સાહમાં ઉમેરો કરશે.

મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે સન્માનિત શ્રીમદ્ રાજચંદ્રજીનો આપણા રાષ્ટ્રપિતા પર પ્રગાઢ અને રચનાત્મક પ્રભાવ હતો. જ્યારે ગાંધીજી એક યુવાન બેરિસ્ટર બનીને ઈંગ્લેન્ડથી પાછા ફર્યા ત્યારે શ્રીમદ્જીને મુંબઈમાં પહેલીવાર 1891માં મળ્યા હતા. શ્રીમદ્જીના જીવનના દરેક ક્ષેત્રમાં વણાયેલા સત્ય, કરુણા અને અહિંસા ગાંધીવાદના મૂળભૂત સિદ્ધાંતો બન્યા અને આગળ જતાં ભારતીય સ્વતંત્રતા ચળવળના પાયારૂપ બની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ સ્મારક શ્રીમદ્જી દ્વારા પ્રકાશિત મૂલ્યોને પ્રદર્શિત કરે છે, જે ખૂબ લાંબા સમય સુધી આપણા આ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાની સ્મૃતિ જીવંત રાખશે.શ્રીમદ્ રાજચંદ્રજીના ઉપદેશો અને પરોપકારી પ્રવૃત્તિઓએ મુંબઈમાં તેમના સમય દરમિયાન અસંખ્ય લોકોના જીવનમાં રૂપાંતરણ આણ્યું હતું. તેમણે અધ્યાત્મ અને નિઃસ્વાર્થ સેવાનો કાયમી વારસો આપ્યો છે, જે આજે 135 વર્ષ પછી પણ મુંબઈમાં અનેક જીવનનું ઉત્થાન કરી રહ્યો છે. શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેરના સામાજિક કાર્યક્રમોની વિશાળ શ્રેણી મુંબઈ અને મહારાષ્ટ્રમાં વર્ષોથી અનેક લોકોના જીવનને લાભાન્વિત કરી રહી છે.

આમ શ્રીમદ્ રાજચંદ્ર સ્મારક સ્થાનિક રહેવાસીઓ માટે એક કમ્યુનિટી સ્પેસ બનશે અને નાગરિકો તથા રાહદારીઓ માટે શ્રીમદ્જી દ્વારા પ્રકાશિત માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપશે.

હિન્દુસ્થાન સમાચાર /

You Might Also Like

નિરાધાર નો આધાર આશ્રમ ખાતે દર વર્ષેની જેમ આ વર્ષે વિઘ્નહર્તા ગણપતિબાપાની સ્થાપના
જામનગરમાં શ્રી જૈન દર્શક ઉપાસક સંઘ દ્વારા સતાવધાન કાર્યક્રમ યોજાયો
વડોદરા જિલ્લામાં 275 સ્થળોએ સફાઇ કરી 1242 કિલો કચરાનો કરાયો નિકાલ
ઉત્તરઝોનના સરદાર નગર વોર્ડમાં વિકસિત ભારત પર્વ ઉજવાયું
જામનગરના દરેડ GIDCમાં, ડિગ્રી વગર દવાખાનું ચલાવતી બોગસ મહિલા ડોક્ટર ઝડપાઈ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સિલ્ક્યારામાં કામદારો સુધી સુરંગ આર-પાર માટે, કાઉન્ટડાઉન શરૂ!
Next Article ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની ટી-20 શ્રેણીની, બાકીની મેચો માટે ટીમમાં ફેરફાર કર્યા
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?