ગાંધીનગર, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચેટીચંડના પાવન પર્વે સિંધી સમુદાયના સૌ ભાઈ- બહેનોને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેમના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે, ઝુલેલાલ દેવના પ્રાગટ્યને વધાવતું આ પર્વ સમાજમાં એકતા અને બંધુત્વને પ્રસરાવતું પર્વ બની રહેશે. આઝાદીનાં અમૃતકાળને કર્તવ્યકાળ બનાવી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે કાર્ય કરવાની પ્રેરણા પણ આ પર્વ આપશે.
