

પાટણ,09 ફેબ્રુઆરી : ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 09 ફેબ્રુઆરી 2024ના રોજ માનવ ઉત્ક્રાંતિ પર સાયન્ટીફિક-શો અને માનવ શરીરરચના પર વર્કશોપનું આયોજમ કરવામાં આવ્યું હતું.જેમાં 400થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીઘો હતો.
નિષ્ણાંત ગાઈડ દ્વારા ઇન્ટરેક્ટિવ મોડેલના માધ્યમથી માનવ શરીરના વિવિધ અંગો અને તેના કાર્યો વિશે નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી જણાવ્યું કે સાયન્સ સેન્ટર મુલાકાતોને અંદર વૈજ્ઞાનિક જિજ્ઞાસા, શિક્ષણ અને નવીનતાને પ્રોત્સાહન આપે છે.
