સુરત,26 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ઉપસ્થિતિમાં સુરત જિલ્લા માંગરોલ તાલુકાના નાનીફળી અને બોરસદ વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ હતી.જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન, પીએમ કિસાન વયોજના, કિસન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજના, તેમજ આઇસીડીએસ માંથી મળતી તમામ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો નો વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગ,આઇસીડીએસ વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા. આંગણવાડી દ્વારા વિવિધ વાનગીઓનો નિદર્શન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ
