ગાંધીનગર એપ્રિલ 2024ને રવિવારે પર્યાવરણ પ્રેમીઓના સમૂહ, સદગમય ગ્રુપ દ્વારા સાબરમતી નદીની 11 મી સફાઈ અભિયાન સાબરમતી કૉલિંગ ડ્રાઈવ 11.0 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુહિમમાં બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધીના તમામ ઉંમરના 25 લોકોએ ભાગ લીધો હતો અને નદીના કિનારેથી આશરે 140 કિલોથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કર્યો હતો.
આ અભિયાનનો મુખ્ય હેતુ સાબરમતી નદીને પ્લાસ્ટિકના પ્રદૂષણથી મુક્ત કરવાનો અને લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. સદગમય ગ્રુપના સભ્યોએ સાબરમતી નદીના કિનારા પર જઈને કાગળ, કાચ, કપડાં અને અન્ય કચરા સહિત પ્લાસ્ટિકની બોટલો, થેલીઓ અને ખાદ્ય પદાર્થોના પેકેજિંગ સહિત વિવિધ પ્રકારનો કચરો એકત્રિત કર્યો હતો.
આ એકત્રિત કચરા પૈકી 40 કિલોગ્રામ પ્લાસ્ટિક રિસાઈકલિંગ પ્લાન્ટ ખાતે તેમજ બાકી રહેતો આશરે 100 કિલોગ્રામ કચરાના યોગ્ય નિકાલ કરવા માટે ગ્રુપે સ્થાનિક નગરપાલિકાના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. અને તેમના દ્વારા કચરાને યોગ્ય સ્થાને વ્યવસ્થાપનની જોગવાઇ કરી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અભિયાનમાં યોગદાન આપેલ.
સદગમય મિત્રોએ જણાવ્યું હતું કે આપણી નદીઓ આપણી સંસ્કૃતિ અને આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમને સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત રાખવી આપણી સૌની જવાબદારી છે. આ અભિયાન દ્વારા લોકોને નદીઓ પ્રત્યે જાગૃત કરવા અને તેમને તેનું રક્ષણ કરવા માટે પગલાં લેવા પ્રોત્સાહિત કરવા માટેનો આ વિનમ્ર પ્રયાસ છે.
આ ગ્રુપે આગામી દિવસોમાં નદીની સફાઈ માટે વધુ અભિયાનનું આયોજન કરવાની યોજના બનાવી છે. તેઓ શહેરીજનોને આ અભિયાનમાં જોડાવા અને સાબરમતી નદીને સ્વચ્છ કરવા માટે સહભાગી થવા આમંત્રણ આપે છે.
