નવી દિલ્હી ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (સીસીઆઈ) એ ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) ની અસરના વિગતવાર બજાર અભ્યાસ માટે સંસ્થાઓ પાસેથી દરખાસ્તો મંગાવી છે.
સીસીઆઈ એ સોમવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સ્પર્ધા પર, તેની અસર અંગે વિગતવાર બજાર અભ્યાસ કરવા માટે એક એજન્સીની નિમણૂક કરશે. આ માટે રિકવેસ્ટ ફોર પ્રપોઝલ (આરપીએફ) જારી કરીને 3 જૂન સુધી દરખાસ્તો માંગવામાં આવી છે. ટ્રેડ મોનિટરિંગ બોડી અનુસાર, ટેકનિકલ પ્રેઝન્ટેશન પછી નાણાકીય બિડ માટેની છેલ્લી તારીખ 28 જૂન નક્કી કરવામાં આવી છે.”
ભારતના કોમ્પિટિશન કમિશને જણાવ્યું હતું કે,” એઆઇની પરિવર્તનકારી ક્ષમતાઓ પુરવઠા અને માંગમાં વધારો કરવાની ક્ષમતા ધરાવે છે. તેના ઉપયોગથી ઉદ્ભવતા સંભવિત સ્પર્ધાના જોખમો, ચિંતાનો વિષય છે. ‘કૃત્રિમ બુદ્ધિમત્તા અને સ્પર્ધા’ પર સૂચિત બજાર અભ્યાસ એવા સમયે હાથ ધરવામાં આવી રહ્યો છે. જ્યારે તમામ ઉદ્યોગોમાં એઆઇના વધતા ઉપયોગે બજારોમાં સ્પર્ધાત્મક ગતિશીલતા માટે તેની અસરો અંગે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે.”
