વડોદરા, 22 નવેમ્બર(હિ. સ.)-સાવલી તાલુકાના રાણીપુરા ગામમાં રહેતા સુરેશ કાંતિલાલ ભાલીયાએ ગામમાં રહેતા જયેશ અશોક ભાલીયાના દાદા પાસેથી જમીન વેચાતી રાખી હતી. આ જમીન પર જયેશ ભાલીયાએ ટ્રેક્ટરની લોન લીધી હતી. આ ટ્રેક્ટરની લોનના પૈસા ભરવા બાબતે જમીન ખરીદનાર સુરેશ ભાલીયાએ જયેશને જણાવ્યું હતું પરંતુ જયેશે લોન તો તારે જ ભરવી પડશે, તેમ કહી ઝઘડો કર્યો હતો.
આ ઝઘડાની અદાવત રાખી ગઈકાલે સાંજે જયેશ ભાલીયા પોતાનું લીલા કલરનું ટ્રેક્ટર લઈને સુરેશ ભાલીયાના ઘર પાસે આવ્યો હતો અને ઘરના ઓટલા પર બેસેલા સુરેશ તેમજ તેના સંબંધી 85 વર્ષની વૃદ્ધા જુકીબેન ઉપર ટ્રેક્ટર ચડાવી દીધું હતું. જેમાં વયોવૃદ્ધા જકીબેનને ગંભીર ઈજા થઈ હતી તેમજ સુરેશને પથ્થરો મારી જયેશ ત્યાંથી ભાગી ગયો હતો.
આ બનાવ અંગે સાવલી પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હત્યાના પ્રયાસ માટે ઉપયોગમાં લેવાયેલું ટ્રેક્ટર પણ કબજે કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
