મોડાસા, છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી થતાં મોત ખુબ જ ચિંતા ઉપજાવે એવા છે. ત્યારે બીજા દિવસે પણ જિલ્લામાં હાર્ટ એટેકના કારણે ત્રણના મોત નીપજ્યાં છે.
અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ત્રણ હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. માલપુરના વિનાયક નગરમાં રહેતા ધિમંત દિનકર રાય ત્રિવેદીનું 59 વર્ષની ઉંમરે મોત નીપજ્યું છે. જ્યારે બાયડના સાઠંબાના વતની 62 વર્ષીય પ્રવીણ બાબુભાઈ દરજીનું પણ એકાએક હૃદય બંધ થતાં મોત નીપજ્યું છે.
અન્ય એક માલપુરના 50 વર્ષીય નયનાબેન નટુભાઈ પંડ્યાને પણ છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તરત જ હાર્ટનો ભારે હુમલો આવતા તરત જ મોતને ભેટ્યા છે. આમ જિલ્લા માટે ખુબ જ ચિંતા ઉપજાવે એવા સમાચાર આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં બે દિવસમાં કુલ 6 લોકોના હૃદય બંધ થવાથી મોતની ઘટના સામે આવી છે. જેને લઈ જિલ્લા વાસીઓમાં ભારે ચિંતા થવા લાગી છે.
