• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > વિદ્યાર્થીઓના હિતમાં પાઠ્યપુસ્તક મંડળની અનોખી પહેલ: ધોરણ 1 થી 12ના પુસ્તક વિતરણની કામગીરી 100 ટકા પૂર્ણ
Regional

વિદ્યાર્થીઓના હિતમાં પાઠ્યપુસ્તક મંડળની અનોખી પહેલ: ધોરણ 1 થી 12ના પુસ્તક વિતરણની કામગીરી 100 ટકા પૂર્ણ

CliQ INDIA
Last updated: June 27, 2025 4:45 am
CliQ INDIA
Share
4 Min Read
SHARE

ગાંધીનગર, 26 જૂન (હિ.સ.) : રાજ્યભરમાં તા. ૨૬ થી ૨૮ જૂન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સભ્યો તેમજ પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિતમાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ યોજાઈ રહ્યો છે.જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા અનોખી પહેલ રૂપે રાજ્યમાં નવીન શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં જ શાળાઓની માંગણી મુજબ વિનામૂલ્ય પાઠ્યપુસ્તક યોજના હેઠળ ધોરણ ૧ થી ૧૨ના પુસ્તક વિતરણની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરી દેવામાં આવી છે.

શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર અને રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના સતત માર્ગદર્શનમાં શૈક્ષણિક વર્ષઃ ૨૦૨૫-૨૬ માટે વિનામૂલ્ય યોજના હેઠળ અંદાજીત ૪.૫ કરોડ પાઠ્યપુસ્તક અને કિંમતવાળા અંદાજીત ૧.૫ કરોડ પાઠ્યપુસ્તક આમ, કુલ ૦૬ કરોડથી વધુ પાઠ્યપુસ્તકો રાજ્યના ધોરણ-૧ થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓ સુધી સમય પહેલા એટલે કે, શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા જે તે શાળામાં પહોંચાડવામાં આવ્યા છે.

આ ઉપરાંત ધોરણ-૯માં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ વેકેશનમાં અગાઉથી જ અભ્યાસ કરી શકે તે માટે ધોરણ-૧૦ના પુસ્તકો તેવી જ રીતે ધોરણ-૧૧માં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ વેકેશનમાં વાંચન કરી શકે તે હેતુથી ધોરણ-૧૨ના પુસ્તકો એડવાન્સમાં આપવામાં આવે છે તેમ, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા જણાવવાયું છે.

વધુમાં દર વર્ષની જેમ પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ -૧ થી ૮ના ગુજરાતી તેમજ અન્ય માધ્યમના અંદાજીત ૨.૫ કરોડથી પણ વધારે વિનામૂલ્યના તમામ પાઠ્યપુસ્તકોનું સમગ્ર રાજયમાં તાલુકાકક્ષાએ માંગણી મુજબ વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. ધોરણ ૯ થી ૧૨ના ગુજરાતી તેમજ અન્ય માધ્યમના અંદાજીત ૦૨ કરોડથી પણ વધારે વિનામૂલ્યના તમામ પાઠ્યપુસ્તકો સમગ્ર ગુજરાત રાજયમાં શાળા વિકાસ સંકુલ કક્ષાએ શાળાઓ ખૂલે તે પહેલાં શાળાઓની માંગણી મુજબ વિતરણ કાર્ય ૧૦૦ ટકા પૂર્ણ કરાયું છે.

પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ ૧ થી ૧૨ના ગુજરાતી તેમજ અન્ય છ માધ્યમના પાઠ્યપુસ્તક તૈયાર કરીને સરકારી, બિન-અનુદાનિત, મોડેલ શાળા, કે.જી.બી.વી. અને તમામ વિભાગની આશ્રમ શાળાઓના વિદ્યાર્થીઓને સરકારશ્રીની વિનામૂલ્ય પાઠ્યપુસ્તક યોજના હેઠળ પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે. તદ્ઉપરાંત સરકાર દ્વારા મંજૂર થયેલ સુમન શાળા, ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ અને સરકારી/બિન-અનુદાનિત શાળાઓમાં થયેલ વર્ગ-વધારાના વિદ્યાર્થીઓ માટેના પાઠ્યપુસ્તકો પણ સમયસર પહોંચાડવામાં આવ્યા છે. માર્ચ-૨૦૨૫માં બોર્ડની પરીક્ષા પૂર્ણ થયેથી વિતરકોની માંગણી મુજબ ધોરણ ૧૦ અને ૧૨ના ગુજરાતી તેમજ અન્ય માધ્યમના કિંમતવાળા તમામ પાઠ્યપુસ્તકો બજારમાં પુરતી સંખ્યામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

વધુમાં, કિંમતવાળા પાઠ્યપુસ્તકો મંડળમાં નોંધાયેલ તમામ જિલ્લાના ૩૯ વિક્રેતાઓને પહોંચાડવાની કામગીરી તેઓની માંગણી મુજબ વિતરણ કાર્ય શરૂ થાય તે પહેલા પ્રથમવાર એક મહિનાથી ઓછા સમયગાળામાં રાજ્યના તમામ વિતરકોને ૧.૫ કરોડથી વધુ કિંમતવાળા પાઠ્યપુસ્તકો ગાંધીનગર ગોડાઉન ખાતેથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેમાં ધોરણ-૧ થી ૧૨ ગુજરાતી માધ્યમના તમામ પાઠ્યપુસ્તકો માત્ર ૭ દિવસમાં જ પ્રથમ અને દ્વિતીય તબક્કાનું આયોજન કરી જિલ્લાના ૩૯ વિતરકોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ પાઠ્યપુસ્તકો વિતરકો દ્વારા જિલ્લાના સ્ટેશનરી/વિક્રેતાઓ સુધી પહોંચાડવામાં આવે છે. જ્યારે ત્રીજા તબક્કામાં ધોરણ – ૧ થી ૧૨ના ગુજરાતી માધ્યમ ઉપરાંત અન્ય માધ્યમના કિંમતવાળા પાઠ્યપુસ્તકો વિતરકોને આપવાની કામગીરી કરવામાં આવી હતી. આમ, રાજ્યના તમામ વિતરકોને ધોરણ-૧ થી ૧૨ના ગુજરાતી અને અન્ય છ માધ્યમના પાઠ્યપુસ્તકો તેઓની માંગણી મુજબ સમય પહેલા ઉપલબ્ધ કરાવાયા છે.

કિંમતવાળા પાઠ્યપુસ્તકો બજારમાંથી મેળવવામાં તકલીફ પડે તો મંડળના સેલ્સ ડેપો, નિર્ણયનગર, અમદાવાદ ખાતેના મોબાઈલ નંબરઃ ૯૨૨૭૭ ૧૭૪૮૩ પર કચેરી સમય દરમિયાન ફોન/વોટ્સઅપ કરીને સંપર્ક કરવાથી છૂટક વેચાણમાં ૧૨.૫ ટકાના વળતર સાથે પુસ્તકો મળી રહેશે.

આ ઉપરાંત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ઓફિસ-ગોડાઉન-શાળાઓની માંગણી અને વિતરકોના ઓર્ડરની કામગીરી ઓનલાઈન પદ્ધતિ અને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી કરવામાં આવતી હોવાથી છેલ્લા બે વર્ષથી પેપર ખરીદી પ્રક્રિયાને પારદર્શક રીતે કરીને પાછલા વર્ષોની સરખામણીમાં અંદાજીત રૂ. ૨૨૫ કરોડની નોંધપાત્ર બચત થઇ છે. જેથી નવા અમલમાં આવનાર પાઠ્યપુસ્તકોની કિંમતોમાં ૪૫ ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે જેના પરિણામે અંદાજે રૂ. ૩૨ કરોડથી વધુનો સીધો આર્થિક લાભ વિદ્યાર્થી-વાલીઓની સાથે રાજ્ય સરકારને પણ થશે તેમ મંડળ દ્વારા વધુમાં જણાવાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ

You Might Also Like

એક સમયે કન્ઝ્યુમર તરીકેની ઓળખ ધરાવતા ભારત દેશે છેલ્લા ૯ વર્ષમાં પ્રોડ્યુસર તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી છે: કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર
વડોદરા શહેર જિલ્લામાંથી 2974થી વધુ રાજકીય પ્રચારાત્મક સામગ્રી હટાવાઈ
જો એકધારો સરખો વરસાદ થાય તો રાપરનું તળાવ હવે છલકાઇ જાય
હારીજ બેચરાજી બાયપાસ રોડ પર આવેલી દરજી સોસાયટીમાં માતાજીના ફોટા સ્થાપન સાથે નવરાત્રિ મહોત્સવની ભક્તિમય શરૂઆત
ગુજરાતમાં ખેડૂત પેકેજે મચાવી રાજકીય હલચલ: સાવરકુંડલાના ચેતન માલાણીનું રાજીનામું, સૌરાષ્ટ્રમાં ભાજપમાં અસંતોષની શરૂઆત!

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉત્તર પ્રદેશના ઇટાવામાં ડબલ ડેકર બસ પલટાઈ, બેના મોત, 25થી વધુ ઘાયલ
Next Article જૂનાગઢમાં 107 ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારના આલિશાન બંગલો અને વૈભવી ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી દેવાયું
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?