દાહોદ, . દાહોદમા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવતના માર્ગદર્શન અન્વયે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળા મેડિકલ ઓફિસરશ્રી ડૉ. નરેશ મોરી આગેવાની હેઠળ યોજાયો હતો.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળા હસ્તકના આયુષ્માન આરોગ્ય મંદિર આરોગ્યમ પરમ્ ધનમ નીમનળિયા ખાતે RKSK પ્રોગ્રામ અંતર્ગત કિશોર – કિશોરીઓને આરોગ્યને લગતી માહિતી અપાવમાં આવી હતી. જેમ કે, કિશોરાવસ્થામાં આવતા બાળકોમાં થતા ફેરફાર, અવાજ બદલાવો, શારીરિક – આંતરિક થતા ફેરફાર, જલ્દી વ્યસનની લત લાગવી તેમજ કિશોરીઓને માસિક ધર્મ વિશે વિસ્ત્રુતમા સમજણ આપવામાં આવી હતી. ઉપરાંત કાર્યક્રમમા આવેલ દરેક કિશોરીઓને સેનેટરી પેડ અને પોષણ યુકત કીટ આપવામાં આવી હતી.
આજના સમયમા સમાજમાં ફેલાઇ રહેલા જુદા જુદા ગંભીર રોગો જેવા કે ટીબી, લેપ્રશી, મેલેરીયા, ડેન્ગ્યુ, સીકલસેલ અંગે વિસ્તારપુર્વક સમજ અપાવવામાં આવી હતી. ઉપરાંત આવી ગંભીર બીમારીઓથી કઈ રીતે બચી શકીએ તે અંગેની સમજ અપવાની સાથે વિસ્ત્રુતમા ચર્ચા કરવામા આવી હતી. કિશોર – કિશોરીઓનું મેડિકલ ચેકઅપ માટે એઓના વજન, ઉંચાઈ તેમજ હિમોગ્લોબીનની પણ તપાસ કરવામાં આવી હતી. સાથે તેઓને બેગ, બોટલ અને કંપાસ બોક્સ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
