ભરૂચ,02 નવેમ્બર : ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં હાર્ટઍટેકના 5 બનાવો સામે આવ્યા છે. વિગતો મુજબ ભરૂચ જિલ્લામાં હાર્ટઍટેકના બનાવમાં 4ના મોત થયા છે. જ્યારે ભરૂચના 55 વર્ષીય ઈસ્માઈલ મતાદાર સારવાર હેઠળ છે. અંકલેશ્વરમાં 10 વર્ષીય બાળકી સહિત 3 ના હાર્ટ એટેકથી મોત થયા છે. જેમાં અંકલેશ્વરની 10 વર્ષીય દિયાંશી કાપલેટીયાનું મોત, અંકલેશ્વરના નિલેશ પટેલ નામના 28 વર્ષીય યુવકનું મોત, અંકલેશ્વરના સંજુ લાલ નામના 29 વર્ષીય યુવકનું મોત અને જંબુસરના ખાનપુર દેહમાં 55 વર્ષીય યુવકનું મોત તો સુરેશભાઈ મિસ્ત્રી નામના વ્યક્તિનું હાર્ટઍટેકથી મોત થયા છે.
