સુરત,02 નવેમ્બર : જૂની સુરત જિલ્લા પંચાયત કચેરી ચોકબજાર, દરિયામહલ ખાતે કાર્યરત હતી. જે 19 ઓકટોબર થી પીપલોદ ખાતે નવનિર્મિત ભવનમાં કાર્યરત થઈ છે. જેનું નવું સરનામું આ મુજબ છે: ‘સુરત જિલ્લા પંચાયત ભવન, લાન્સર્સ આર્મી સ્કુલની પાછળ, વેસુ મેઈન રોડ, પીપલોદ, સુરત-395007’, જેથી જિલ્લા પંચાયત સંબંધિત હવે પછીની વહીવટી કામગીરી તેમજ સંપૂર્ણ પત્રવ્યવહાર ઉપરોક્ત નવા સરનામે કરવાનો રહેશે.
