– મૈં હૂઁ ,મોદી પરિવાર મારો પરિવાર – મોદી પરિવાર
વલસાડ/અમદાવાદ, દક્ષિણ ગુજરાતની ચાર લોકસભાના કલસ્ટર પ્રભારી ભરત પંડયાએ ઉંમરગામ વિધાનસભામાં યોજાયેલ “મોદી પરિવાર” નું મહત્વ વિશે ગ્રામજનોને સમજાવ્યું. ગુજરાતની છેલ્લી વિધાનસભા 182- ઉમરગામ સીટનાં માડા અને શારોન્ડા શક્તિ કેન્દ્રની સંયુક્ત મામકવાડા ગામ ખાતે મોદી પરિવાર સભામાં ભરત પંડયાએ ઉપસ્થિતિ રહીને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ દેશનાં કરોડો પરીવારનાં આરોગ્ય, અન્ન, ઘર, ગેસ, વીજળી પાણીની ચિંતા કરીને યોજનાઓ આપેલ છે. જન્મથી માંડીને મૃત્યુ સુધીની યોજનાઓનાં પૈસા સીધાં બેન્કનાં ખાતામાં આપી રહ્યાં છે ત્યારે…મોદીજી માટે “રાષ્ટ્ર અને દેશની જનતા” એ જ પરિવાર છે એટલા માટે…“મારું પરિવાર- મોદી પરિવાર” નું સૂત્ર સાર્થક થયેલ છે.
તમામ લોકોએ “મૈં હૂઁ મોદી પરિવાર” અને “મારું પરિવાર -મોદી પરિવાર”ના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ગાજી ઉઠયું હતું .ફિર એક બાર મોદી સરકાર અબ કી બાર 400 પાર ભાજપ તરફી વધુમાં વધુ મતદાન કરીને વલસાડ લોકસભાના ભાજપના ઉમેદવારને જીતાડીને વલસાડથી એક કમળ દિલ્હી મોકલવા અપીલ કરી હતી.
