વડોદરા/અમદાવાદ,16 ફેબ્રુઆરી : દેશમાં ગત સપ્તાહથી શરૂ થયેલ પંજાબ અને હરિયાણાના ખેડૂત આંદોલનની અસર આજે ગુજરાતમાં જોવા મળી છે. વડોદરામાં સંયુક્ત કિસાન મોરચા અને કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ રાષ્ટ્રીય સ્તરે ઔદ્યોગિક હડતાળ અને ગામડા બંધનું એલાન આપ્યું છે. તેમજ શહેરના ગાંધીનગર ગૃહથી મોટી સંખ્યામાં વિવિધ યુનિયનના આગેવાનો સાથે મોટી સંખ્યામાં કામદારોની ઉપસ્થિતિમાં રેલી યોજાઈ હતી. જે કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ આવેદનપત્ર આપી માગણીઓને સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
સુરતમાં પણ પંજાબ અને હરિયાણાના ખેડૂત આંદોલનની અસરને પગલે આજે આપેલ બંધના એલાનને કારણે ખેડૂતો એ ધારણા ના કાર્યક્રમ ની જાહેરાત કરી હતી ખેડૂત આગેવાનો ધરણા પ્રદર્શન કરે એ પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી.સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં દેલાડ પાટિયા ખાતે શાંતિપૂર્ણ કરવાની જાહેરાત કરી હતી.
